ન્યૂઝીલેન્ડે બનાવ્યો પોતાનો સર્વોચ્ચ સ્કોર, 700+ રન બનાવનારી 7મી ટેસ્ટ ટીમ બની
બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 234 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 715 રન બનાવી પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો.
હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની પ્રથમ ઈનિંગ 6 વિકેટે 715 રન બનાવીને ડિક્લેર કરી હતી. આ ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. તે ટેસ્ટની એક ઈનિંગમાં 700થી વધુ રન બનાવનારી સાતમી ટીમ બની છે. આ પહેલા શ્રીલંકા 6 અને ઓસ્ટ્રેલિયા, ભારત અને વેસ્ટઈન્ડિઝ 4-4 વખત આ સિદ્ધિ પોતાના નામે કરી ચુક્યા છે. આ સિવાય ઈંગ્લેન્ડ ત્રણ અને પાકિસ્તાને બે વખત ટેસ્ટની એક ઈનિંગમાં 700 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. બાંગ્લાદેશે તેની બીજી ઈનિંગમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી 4 વિકેટે 174 રન બનાવી લીધા છે. તે હદુ 307 રન પાછળ છે.
ટેસ્ટ ક્રિકેટમાં આ 24મો અવસર છે જ્યારે કોઈ ટીમે એક ઈનિંગમાં 700થી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા 23 તકે જ્યારે-જ્યારે કોઈ ટીમે એક ઈનિંગમાં 700થી વધુનો સ્કોર કર્યો તેમાં 12 વખત તે ટીમને જીત મળી જ્યારે 11 ટેસ્ટ ડ્રો રહી હતી.
વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
કેન વિલિયમ્સને 20મી વખત ટેસ્ટમાં 100થી વધુનો સ્કોર કર્યો છે. તે આમ કરનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે તેના 71 ટેસ્ટમાં 6065 રન થઈ ગયા છે. તે ટેસ્ટમાં 6000થી વધુ રન બનાવનારો ન્યૂઝીલેન્ડનો ચોથો બેટ્સમેન છે. આ પહેલા સ્ટીફન ફ્લેમિંગ, રોસ ટેલર અને બ્રેન્ડન મેક્કુલમ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. ફ્લેમિંગે 111 ટેસ્ટમાં 7172, ટેલરે 91 ટેસ્ટમાં 6527, મેક્કુલમે 101 ટેસ્ટમાં 6453 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાની વિશ્વકપની જર્સી લોન્ચ, જાણો શું કહ્યું પૂર્વ કેપ્ટન ધોનીએ
ન્યૂઝીલેન્ડના ત્રણ ખેલાડીએ ફટકારી સદી
ન્યૂઝીલેન્ડ તરફથી ત્રણ ખેલાડીઓ જીત રાવલ, ટોમ લાથમ અને કેપ્ટન કેન વિલિયમ્સને સદી ફટકારી હતી. વિલિયમ્સન 200 રન બનાવી અણનમ રહ્યો હતો. જીતે 220 બોલમાં 132 અને લાથમે 248 બોલમાં 161 રન બનાવ્યા હતા. રાવલે ટેસ્ટમાં પ્રથમ વખત સદી પટકારી હતી. લાથમે ચોથી વખત 150+નો સ્કોર બનાવ્યો હતો. આ ત્રણ સિવાય હેનરી નિકોલ્સ 53, નીલ વેગનરે 73 અને જોન વાટલિંગે 31 રનનું યોગદાન આપ્યું હતું. કોલિન ડી-ગ્રાન્ડહોમે અણનમ 76 રન ફટકાર્યા હતા.
વિંગ કમાન્ડર અભિનંદનને ટીમ ઈન્ડિયાની સલામ, બહાર પાડી તેના નામની જર્સી
બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગમાં 234 રન બનાવી ઓલઆઉટ
આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઈનિંગમાં 59.2 ઓવરમાં 243 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી તમિમ ઇકબાલે 128 બોલમાં 126 રન ફટકાર્યા હતા. આ સિવાય શાદમાન ઇસ્લામે 24સ મોમિનુલ હકે 12, કેપ્ટન મહમૂદુલ્લાહે 22, લિટન દાસે 29 અને હસને 10 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી નીલ વેગનરે 47 રન આપીને 5 તથા ટિમ સાઉદીએ 76 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.