માન્ચેસ્ટરઃ કોરોના સંકટ વચ્ચે ખાલી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ ચુકી છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો. આ જીતની સાથે કાંગારૂ ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી વનડે માન્ચેસ્ટરમાં જ 13 સપ્ટેમ્બરે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાએ આપેલા 295 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી, પરંતુ મધ્યમ ક્રમે ઈનિંગ સંભાળી હતી. સેમ બિલિંગ્સે શાનદાર સદી ફટકારતા ટીમની જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ બીજા છેડે સતત વિકેટ પડી રહી હતી. સેમ 118 રન બનાવી મેચની અંતિમ બોલ પર આઉટ થયો હતો. કાંગારૂ ટીમ તરફથી એડમ ઝમ્પાએ 4, જોશ હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી. 


કાંગારૂ ફાસ્ટ બોલર હેઝલવુડે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના પ્રથમ સ્પેલમાં 6 ઓવરમાં 3 મેડન સાથે 2 વિકેટ ઝડપી, જ્યારે માત્ર 5 રન આપ્યા હતા. 10 ઓવરમાં 3 મેડન સાથે 26 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. 


IPL 2020, Team Preview: રૈના-ભજ્જીની ગેરહાજરીમાં ધોનીની ટીમ તૈયાર, ચેન્નઈની ચોથા ટાઇટલ પર નજર


295 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે એક સમયે 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જોની બેયરસ્ટો અને સેમ બિલિંગ્સે પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બેયરસ્ટો 84 રન બનાવી આઉટ થયો હતો. બિલિંગ્સે 110 બોલમાં 118 રન બનાવ્યા હતા. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર