બર્મિંઘમઃ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા બોક્સર લવલીના બોરગોહેને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના ગણતરીના દિવસો પહેલા લવલીનાએ બીએફઆઈ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. લવલીનાનું કહેવું છે કે બીએફઆઈમાં ચાલી રહેલી રાજનીતિને કારણે તે પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી શકતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવલીનાએ આરોપ લગાવ્યો કે, બોક્સિંગ ફેડરેશનના અધિકારી વારંવાર મારા કોચ સંધ્યા ગુરૂંગજીને રમત ગામમાં આવવા દેતા નથી, જેના કારણે હું ટ્રેનિંગ કરી શકતી નથી. જેનાથી મારે માનસિક ત્રાસમાંથી પસાર થવું પડી રહ્યું છે. 


નોંધનીય છે કે પાછલા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી સ્ટાર ભારતીય બોક્સર લવલીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની વ્યથા સંભળાવી છે. લવલીનાએ આરોપ લગાવ્યો કે 28 જુલાઈથી શરૂ થઈ રહેલી ગેમ્સ પહેલા તેના કોચ સંધ્યા ગુરૂંગને હટાવી દેવામાં આવ્યા અને પછી તેમને અંતે સામેલ કરવામાં આવ્યા, તો હવે રમત વિલેજમાં તેમને એન્ટ્રી મળી રહી નથી, જેથી તેની તૈયારીઓ પ્રભાવિત થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube