.. જ્યારે 40 હજાર દર્શકો વચ્ચે હિટલર પણ હતો હાજર અને ધ્યાનચંદે જર્મનીને ધોઈ નાખ્યું
આજે (29 ઓગસ્ટ)ના દિવસે 1905મા હોકીના કહેવાતા ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
નવી દિલ્હીઃ આજે (29 ઓગસ્ટ)ના દિવસે 1905મા હોકીના કહેવાતા ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે દર વર્ષે રમતમાં શાનદાર પ્રદર્શન માટે સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન સિવાય અર્જુન અને દ્રોણાચાર્જ પુરસ્કાર આપવામાં આવે છે. આ વખતે COVID-19 મહામારીને કારણે શનિવારે 'વર્ચુઅલ સમારોહ'મા રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે.
- ધ્યાનચંદની ચમકદાર સિદ્ધિઓ
ધ્યાનચંદની સિદ્ધિઓની સફર ભારતીય રમત ઈતિગાસને ગૌરવશાળી બનાવે છે. તેમણે સતત ત્રણ ઓલિમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જસિલ અને 1936 બર્લિન)મા ભારતને હોકીનો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમની રમત સાથે જોડાયેલ એક ઘટના ભારતીય હોકીને શિખર પર લઈ જાય છે.
1936ના બર્લિન ઓલિમ્પિકની ઘટના
હકીકતમાં, બર્લિન ઓલિમ્પિકની હોકીની ફાઇનલ ભારત અને જર્મની વચ્ચે 14 ઓગસ્ટ 1936ના રમાવાની હતી. પરંતુ તે દિવસે સતત વરસાદને કારણે મેચ આગામી દિવસે એટલે કે 15 ઓગસ્ટે રમાઇ હતી. બર્લિનના હોકી સ્ટેડિયમમાં તે દિવસે 40 હજાર દર્શકો વચ્ચે જર્મન તાનાશાહ હિટલર પણ હાજર હતો.
હાફ ટાઇમ સુધી ભારત એક ગોલથી આગળ હતું. ત્યારબાદ ધ્યાનચંદે પોતાના સ્પાઇક વાળા શૂટ કાઢ્યા અને ખાલી પગે કમાલની હોકી રહી હતી. ત્યારબાદ ભારતે એક બાદ એક ગોલ કર્યાં હતા.
તેમના સાથીએ એક સંસ્મરણમાં આમ લખ્યું
1936ના બર્લિન ઓલિમ્પિકમાં તેમની સાથે રમ્યા અને બાદમાં પાકિસ્તાનના કેપ્ટન બનેલા આઈએનએસ દારાએ એક સંસ્મરણમાં લખ્યું- છ ગોલ ખાધા બાદ જર્મન ખુબ ખરાબ હોકી રમવા લાગ્યા. તેમના ગોલકીપર ટિટો વાર્નહોલ્જની હોકી સ્ટિક ધ્યાનચંદના મોઢા પર એટલી ઝડપથી લાગી કે તેમનો દાંત તૂટી ગયો.
જર્મનીની ટીમને આ રીતે ભણાવ્યો પાઠ
પ્રારંભિક સારવાર બાદ ગ્રાઉન્ડ પર પરત ફરનાર ધ્યાનચંદે ખેલાડીઓને નિર્દેશ આપ્યો કે, હવે કોઈ ગોલ ન કરો, જર્મન ખેલાડીઓને તે દેખાડવામાં આવ્યું કે, બોલ પર કઈ રીતે નિયંત્રણ કરવામાં આવે છે. ત્યારબાદ ખેલાડી વારંવાર બોલને જર્મનીના ડીમાં લઈ જાય અને પછી બોલને બેક પાસ કરી દે. જર્મન ખેલાડીઓ સમજી શક્યા નહીં કે શું થઈ રહ્યું છે.
જલદી હારનો બદલો ચુકવ્યો
ભારતે તે ફાઇનલમાં જર્મનીને 8-1થી પરાજય આપ્યો હતો. તેમાં ત્રણ ગોલ ધ્યાનચંદે કર્યાં હતા. હકીકતમાં 1936 ઓલિમ્પિકની શરૂઆત પહેલા એક અભ્યાસ મેચમાં ભારતીય ટીમ જર્મની સામે 4-1થી હારી ગઈ હતી. ધ્યાનચંદે પોતાની આત્મકથા 'ગોલ'માં લખ્યું, જ્યાં સુધી હું જીવિત રહીશ તે હારને ક્યારેય ભૂલિશ નહીં. આ હારે મને એટલો હલાવી દીધો કે અમે રાત્રે સુઈ પણ ન શક્યા.
હિટલરે કહ્યું હતું- હિન્દુસ્તાનમાં ખુશ છું
કહેવામાં આવે છે કે આ શાનદાર પ્રદર્શનથી ખુશ શઈને હિટલરે તેમને જમવા પર બોલાવ્યા અને તેમને જર્મની તરફથી રમવાનું કહ્યું. તેના બદલે તેમને જર્મન સેનામાં કર્નલ પદની લાલચ પણ આપી. પરંતુ ધ્યાનચંદે કહ્યું, હિન્દુસ્તાન મારૂ વતન છે અને હું ત્યાં ખુશ છું.
મેજર ધ્યાચંદ FACTS-
- ધ્યાનચંદ રાત્રે ખુબ પ્રેક્ટિસ કરતા હતા, તેથી તેમના સાથી ખેલાડીઓ દ્વારા ઉપનામ 'ચાંદ' આપવામાં આવ્યું. હકીકતમાં તેમનો અભ્યાસ ચાંદ નિકળ્યા બાદ શરૂ થતો હતો.
- તમે જાણીને ચોંકી જશો કે મેજર ધ્યાનચંદને બાળપણમાં હોકી નહીં, કુશ્તી પ્રત્યે વધુ પ્રેમ હતો.
- એકવાર તેમણે કહ્યું હતું- જો કોઈ મને પૂછશે કે સૌથી સારી મેચ કઈ હતી, જે મેં રમી, તો હું કહીશ કે કલકત્તા કસ્ટમ્સ અને ઝાંસી હીરોઝ વચ્ચે 1933ની બેટન કપ ફાઇનલ.
- ભારતે 1932ની ઓલિમ્પિક દરમિયાન અમેરિકાને 24-1 અને જાપાનને 11-1થી હરાવ્યું. ધ્યાનચંદે તે 35 ગોલમાંથી 12, જ્યારે તેમના ભાઈ રૂપ સિંહે 13 ગોલ કર્યા. તેથી તેમને હોકીના જુડવા કહેવામાં આવ્યા.
- એકવાર જ્યારે ધ્યાનચંદ એક મેચ દરમિયાન ગોલ ન કરી શકતા હતા, તો તેમણે ગોલ પોસ્ટના માપ પર વિરોધ વ્યક્ત કર્યો. આખરે તેઓ સાચા હતા.
- 22 વર્ષ સુધી ભારત માટે રમ્યા અને 400 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યાં. કહેવામાં આવે છે- જ્યારે તેઓ રમચા હતા, તો માનો ગોલ સ્ટિક સાથે ચોંટી જતો હતો. હોલેન્ડમાં એક મેચ દરમિયાન ચુંબક હોવાની આશંકામાં તેમની હોકી સ્ટિક તોડીને જોવામાં આવી. જાપાનમાં એક મેચ દરમિયાન તેમની સ્ટીકમાં ગુંદર લાગવાની વાત પણ કહેવામાં આવી.
- ધ્યાનચંદનું 3 ડિસેમ્બર, 1979ના દિલ્હીમાં નિધન થયું હતું. ઝાંદીમાં તેમના અંતિમ સંસ્કાર તે મેદાન પર કરવામાં આવ્યા, જ્યાં તેઓ હોકી રમતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube