નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓ સાથે જોડાયેલા વિવાદ પહેલા પણ થતા રહ્યાં છે પરંતુ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનો મામલો છેલ્લા 82 વર્ષોમાં માત્ર બીજી ઘટના છે જ્યારે ભારતીય ક્રિકેટરોને પ્રવાસમાં અધવચ્ચેથી ભારત મોકલવામાં આવશે. વર્ષો પહેલા 1936મા મહાન લાલા અમરનાથને તત્કાલીન કેપ્ટન વિજયનગરમ કે મહારાજ એટલે કે વિજ્જીને એક પ્રથમ શ્રેણીની મેચ દરમિયાન કથિત અપમાનને કારણે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં વચ્ચેથી સ્વદેશ મોકલી દેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશી પ્રવાસમાં ઘણીવાર શિસ્તની સમસ્યાનો મુદ્દો સામે આવ્યો પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે બોર્ડે કાર્યવાહી કરી અને દોષી ખેલાડીઓને સ્વદેશ પરત આપવાનું કહ્યું છે. લાલા અમરનાથ સાથે વિવાદ મુખ્ય રૂપથી ટીમની રાજનીતિથી જોડાયેલો હતો અને સામાન્ય મંતવ્ય રહ્યું કે, બ્રિટિશ ભારત હેઠળ એક રજવાડાના શાસકને પોતાની યોગ્યતા નહીં પરંતુ પદને કારણે સુકાન મળ્યું હતું. 


ઈએસપીએનક્રિકઈન્ફોમાં જુલાઈ 2007મા પ્રકાશિત એક લેખ અનુસાર અમરનાથ રાજનીતિનો શિકાર બન્યા હતા. પંડ્યા અને રાહુલનો મામલો એકદમ અલગ છે અને તેણે મહિલાઓ પર કરેલી બિભત્સ કોમેન્ટની કિંમત ચુકવવી પડી રહી છે. 


ભારતીય ખેલાડીના પ્રવાસમાં અધવચ્ચેથી સ્વદેશ પરત ફરવાની  વધુ એક ઘટના 1996મા બની હતી જ્યારે નવજોત સિંહ સિદ્ધૂ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે વિવાદ બાદ સ્વદેશ પરત ફરી ગયા હતા. તે કોઈને જાણ કર્યા વગર નિકળી ગયા હતા, જેથી રૂમમાં તેમના સાથીને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરવાની તક મળી ગઈ છે. આ સાથી કોઈ નહીં પરંતુ સૌરવ ગાંગુલી હતો જેણે લોર્ડ્સમાં પર્દાપણ મેચમાં સદી ફટકારી હતી.