ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે. ઝી મીડિયાએ એક ગેમ ઓવર કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ આ અસર જોવા મળી છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા  ખુલાસા કર્યા હતા. 


સ્ટિંગ ઓપરેશનમાં મોટા મોટા ખુલાસા
ચેતન શર્માએ Zee Media ના સ્ટિંગ ઓપરેશન Game Over માં સિલેક્શન સંલગ્ન મામલાઓ, કોહલી-ગાંગુલી વિવાદ, ખેલાડીઓની ફિટનેસ સહિત અનેક મુદ્દાઓ પર મોટા ખુલાસાઓ કર્યા હતા. ત્યારબાદ તેઓ વિવાદમાં ફસાયા હતા. ચેતન શર્માએ ઝી મીડિયાના ગુપ્ત કેમેરા સામે ખુલાસા કર્યા હતા કે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓ ઈન્જેક્શન લઈને ફિટનેશ સર્ટિફિકેટ મેળવે છે. આ સાથે જ ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના  ખેલાડીઓને સિલેક્ટ અને ડ્રોપ કરવા ઉપર પણ ખુલાસા કર્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube