IPL 2020: અંગત કારણોસર મલિંગા હટ્યો, મુંબઈએ આ બોલરને કર્યો ટીમમાં સામેલ
દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. તેણે અત્યાર સુધી 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે. તેણે વ્યક્તિગત કારણોથી આઈપીએલમાંથી હટવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા લસિથ મલિંગાના સ્થાને બુધવારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનને સામેલ કરવાની જાહેરાત કરી હતી. શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર વ્યક્તિગત કારણોસર આ સીઝનમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ વર્ષે આઈપીએલના મુકાબલા યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, લસિથ મલિંગાએ વ્યક્તિગત કારણોસર આ સીઝનમાં ઉપલબ્ધ ન રહેવાનો આગ્રહ કર્યો હતો અને તે શ્રીલંકામાં પોતાના પરિવારની સાથે રહેવા ઈચ્છે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મલિંગાના પિતા બીમાર છે અને તેમની સર્જરી થઈ શકે છે. જેથી મલિંગા શ્રીલંકામાં પોતાના પિતાની સાથે રહેવા ઈચ્છે છે, તેથી તેણે પાછલા મહિને ટીમની સાથે અબુધાબી ન જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
IPL ઈતિહાસઃ આ 6 મહિલાઓ સાથે જોડાયેલા વિવાદોએ હચમચાવી દીધો હતો ટૂર્નામેન્ટનો પાયો
પેટિન્સને આઈપીએલમાં પર્દાપણ કર્યું નથી, પરંતુ તે કોલકત્તા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝીમાં રહી ચુક્યો છે. તેણે અત્યાર સુધી 39 ટી20 મેચમાં 47 વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube