Padma Awards 2024: ખેલ જગતના આ 7 સૂરમાઓને જાણો....જેમને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે
પદ્મશ્રી ભારતનું ચોથું સૌથી સર્વોચ્ચ સન્માન છે. આ યાદીમાં મલખમ કોચ ઉદય વિશ્વનાથ દેશપાંડે, ભારતીય પેરા-બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ ગૌરવ ખન્ના, તીરંદાજ પુરિમા મહતો, પેરા-સ્વીમર સતેન્દ્ર સિંહ લોહિયા અને પૂર્વ હોકી ખેલાડી હરબિંદર સિંહ સામેલ છે.
ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી રોહન બોપન્ના અને સ્કવોશ ખેલાડી જોશના ચિનપ્પાને વર્ષ 2024 માટે મળતા પદ્મ સન્માનો માટે શોર્ટ લિસ્ટ કરાયા છે. તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
પદ્મશ્રી ભારતનું ચોથું સૌથી સર્વોચ્ચ સન્માન છે. આ યાદીમાં મલખમ કોચ ઉદય વિશ્વનાથ દેશપાંડે, ભારતીય પેરા-બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ ગૌરવ ખન્ના, તીરંદાજ પુરિમા મહતો, પેરા-સ્વીમર સતેન્દ્ર સિંહ લોહિયા અને પૂર્વ હોકી ખેલાડી હરબિંદર સિંહ સામેલ છે.
આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સમારોહમાં આપવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આજુબાજુ રાષ્ટ્રપતિ ભવનમાં તેના માટે કાર્યક્રમ આયોજિત થાય છે.
એવોર્ડ મેળવનાર ખેલાડીનું નામ | ખેલ | રાજ્ય |
રોહન બોપન્ના | ટેનિસ | કર્ણાટક |
જોશના ચિનપ્પા | સ્ક્વોશ | તમિલનાડુ |
ઉદય વિશ્વનાથ દેશપાંડે | મલખમ | મહારાષ્ટ્ર |
ગૌરવ ખન્ના | પેરાબેડમિન્ટન | ઉત્તર પ્રદેશ |
સતેન્દ્રસિંહ લોહિયા | સ્વિમિંગ | મધ્ય પ્રદેશ |
પૂર્ણિમા મહતો | તીરંદાજી | ઝારખંડ |
હરબિંદર સિંહ | પેરાલિમ્પિક તીરંદાજી | દિલ્હી |
બોપન્નાએ રચ્યો છે ઇતિહાસ
બોપન્નાએ હાલમાં જ ઇતિહાસ રચ્યો છે. કારણકે તેઓ મેન્સ ડબલ્સ રેંકિંગમાં ટોપ સ્થાન મેળવનારા ટેનિસ ઇતિહાસના સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા છે. બોપન્ના સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સોમવારે નવા રેકિંગ જાહેર થતા દુનિયાના સૌથી ઉંમરલાયક નંબર વન ખેલાડી હશે. તેઓ ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની ફાઈનલમાં પણ પહોંચી ચૂક્યા છે.
શનિવારે તેઓ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો પહેલો મેન્સ ડબલ્સ ખિતાબ જીતવા માટે ઉતરશે. અહીં તેમના પાર્ટનર મેથ્યુ એબ્ડેન હશે. 43 વર્ષના બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતનારા ફક્ત ચોથા ભારતીય છે. તેમણે 2017માં ફ્રેન્ચ ઓપનમાં કેનેડિયન સાથે ગ્રેબિએલા ડાબ્રોવસ્કી સાથે મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સમાં 2022માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ત્યારે સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા. વિમ્બલ્ડનમાં 2013, 2015, 2023માં સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube