2023 Padma Awards Winners : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે..જેમાં 87 વર્ષીય ક્રિકેટ કોચ ગુરચરણ સિંહની પણ પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. અન્ય પદ્મ પુરસ્કારોમાં કાલરિપયટ્ટુ માટે કામ કરતાં S.R.D. પ્રસાદ અને શનાથોઇબા શર્માનો સમાવેશ થાય છે. ગુરચરણની કારકિર્દી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સુધી જ સીમિત હતી. ગુરચરણ ભારત તરફથી નહોતા રમી શક્યા. પરંતુ તેમના શિષ્યો ભારત માટે રમ્યા. તે પણ એક-બે નહીં, એક ડઝનેક. આટલું જ નહીં, તેમણે 100 થી ડોમેસ્ટિક ક્રિકેટર તૈયાર કર્યા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીર્તિ આઝાદ, અજય જાડેજા, ડાબોડી સ્પિનર્સ મનિન્દર સિંહ અને મુરલી કાર્તિક, વિવેક રાઝદાન, ગુરશરણ સિંહ, આ એવા કેટલાક નામ છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી, જેમને ગુરચરણ સિંહે ક્રિકેટર બનાવ્યા છે. જો આ તમામ ખેલાડીઓ ભારત માટે રમી શક્યા તેમાં ગુરચરણ સિંહની ભૂમિકા મહત્વની હતી. દેશ પ્રેમ આઝાદ પછી દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર દેશના બીજા ક્રિકેટ કોચ પણ હતા, જેમને 1986માં આ સન્માન મળ્યું હતું.


આ પણ વાંચો : 


પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video


નવસારીમાં ગણતંત્ર દિને પ્રતિમાને હાર પહેરાવતા સમયે બે કોર્પોરેટર સીડી પરથી પડ્યા


દિલ્હીમાં બે ક્રિકેટ ક્લબ
દિલ્હી બ્લૂઝ અને નેશનલ સ્ટેડિયમ ક્રિકેટ સેન્ટર ચલાવવા ઉપરાંત, ગુરચરન સિંહે દિલ્હીમાં દ્રોણાચાર્ય ક્રિકેટ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. ખેલાડીઓ પર તેમનો એટલો પ્રભાવ હતો કે 2015 માં, તેમના 80મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારત અને દિલ્હીના ક્રિકેટ ખેલાડીઓએ એક પ્રદર્શની ટી20 મેચ રમી હતી. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​મનિન્દર સિંહે કહ્યું, "તે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ જીવનમાં પણ અમારા માર્ગદર્શક અને કોચ હતા. મને યાદ છે કે હું ક્રિકેટ છોડવા માંગતો હતો અને સર મને લેવા માટે તેમના બાઇક પર મારા ઘરે આવ્યા હતા."


ગુરચરણ સિંહની સફર કેવી રહી?
1935માં પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા ગુરચરણ સિંહ 1947માં ભારતના ભાગલા પછી શરણાર્થી તરીકે પટિયાલા આવ્યા હતા. તેમણે પટિયાલાના મહારાજા યાદવીન્દ્ર સિંહની દેખરેખ હેઠળ ક્રિકેટ યાત્રા શરૂ કરી હતી. તેમણે પટિયાલા અને પૂર્વ પંજાબ રાજ્ય સંઘ, દક્ષિણ પંજાબ અને રેલવે ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું અને કોચ બનતા પહેલા 37 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા.


આ પણ વાંચો : 


Jaya Kishori: જયા કિશોરીએ લગ્ન માટે રાખી છે આવી શરત, જાણો શું છે અસલી નામ?


ગુરચરણ સિંહે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ, પટિયાલામાંથી ડિપ્લોમા કોચિંગનો અભ્યાસ શરૂ કર્યો અને પછી નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના કેન્દ્રમાં મુખ્ય કોચ તરીકે જોડાયા. તેઓ 1977 થી 1983 સુધી નોર્થ ઝોનના કોચ હતા. 1985 માં તેઓ માલદીવની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. 1986 અને 1987 વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ હતા. 1992-93માં તેઓ ગ્વાલિયરમાં લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને BCCI થકી સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી પેસ બોલિંગ એકેડમીના ડિરેક્ટર પણ હતા. 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં ગુરચરણ સિંહે 1,198 રન બનાવ્યા હતા. આ સાથે 44 વિકેટ પણ લીધી હતી.


આ પણ વાંચો : Chanakya Niti: આ 4 વાત ભૂલથી પણ પત્નીને ના કહેતો, નહિ તો આજીવન ભોગવવું પડશે