PAK vs ENG 1st Test Match: પાકિસ્તાનના રાવલપિંડીમાં ઇગ્લેંડ-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ એકદમ રોમાંચક અંદાજમાં પુરી થઇ. ઇગ્લેંડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરીઝ રમવા ઉતરી અને તે જીત નોંધાવવામાં સફળ રહી. પાકિસ્તાને આ મેચમાં 74 રનથી હાર મળી. આ મેચમાં રનનો ઢગલો જોવા મળ્યો, પરંતુ પાકિસ્તાને મુકાબલામાં કુલ 847 રન બનાવ્યા છતાં પણ હારનો સામનો કરવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી ટેસ્ટમાં ઇગ્લેંડની ઐતિહાસિક જીત
ઇગ્લેંડે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે સાચી સાબિત થઇ. તેમણે પહેલી ઇનિંગમાં 657 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 579 રન બનાવ્યા છે. તો બીજી ઇનિંગ ઇગ્લિંશ કેપ્ટન બેન સ્ટોક્સે 7 વિકેટ પર 264 રન બનાવીને જાહેર કરી દીધી છે. આ પ્રકારે પાકિસ્તાને 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તે મુકાબલાના અંતિમ દિવસે 268 રન બનાવીને આઉટ થઇ ગઇ. આજીત સાથે જ ઇંગ્લેડે 3 મેચોની સીરીઝમાં 1-0 થી બઢત બનાવી લીધી છે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


ઇંગ્લિશ કેપ્ટને લીધો હતો મોટો નિર્ણય
આ ટેસ્ટ મેચના ચોથા દિવસે જ્યારે ઇંગ્લિંશ કેપ્ટન બેન સ્ટોક્સે જ્યારે ઇનિંગ જાહેર કરી હતી, ત્યારે મેચમાં લગભગ 120 ઓવરની રમત બાકી હતી. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે ઇગ્લેંડે આ મેચ ગુમાવી પણ શકે છે. મેચના 5મા દિવસે પાકિસ્તાને બીજી ઇનિંગમાં 2 વિકેટ પર 80 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. પરંતુ અંતિમ દિવસની રમત પુરી થતાં પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ થઇ ગઇ. 


ટોપ 5 માંથી 4 બોલરોએ સદી ફટકારી
ઇગ્લેંડ માટે પહેલી ઇનિંગમાં જેક ક્રોલે, બેન ડકેટ,અ 3 નંબર પર ઉતરેલા ઓલી પોપ અને 5 નંબર પર ઉતરેલા હેરી બ્રૂકે સદી ફટકારી હતી. ટીમના ઓપનર્સ જેક ક્રોલે અને બેન ડકેટે પહેલી વિકેટ માટે 35.4 ઓવરમાં જ 233 રનની પાર્ટનરશિપ કરી હતી. ઇગ્લેંડ આ મેચના પ્રથમ દિવસે જ પાકિસ્તાન પર હાવી રહી. તો બીજી તરફ ઇગ્લેંડની ટીમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 500 રન બનાવનાર પ્રથમ ટીમ બની હતી. 


આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube