નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા ક્રિકેટ વિશ્વકપ 2022ના સેમીફાઇનલ માટે હજુ એક ટીમ ક્વોલિફાઇ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ સતત પાંચ મેચ જીતીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે પાકિસ્તાનની ટીમે સોમવારે રમાયેલી મહિલા વિશ્વકપ 2022ની 20મી લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધુ છે. પાકિસ્તાનની આ જીતથી ભારતીય ટીમને ફાયદો થયો છે, કારણ કે ટીમ ઈન્ડિયા માટે સેમીમાં પહોંચવાનો માર્ગ થોળો આસાન થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પાકિસ્તાનની ટીમે મહિલા વિશ્વકપ 2022માં પ્રથમ જીત મળી છે. આ જીતની સાથે પાકિસ્તાનની ટીમ માટે સેમીફાઇનલની રેસમાં કેટલાક ટકા તક બચી છે. પરંતુ પાકિસ્તાનને વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટથી મળેલી જીતને કારણે ભારતીય ટીમને સેમીફાઇનલમાં પહોંચવામાં સરળતા રહી શકે છે. જો ભારતીય ટીમ આગામી બે મેચ જીતી લે તો તે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લેશે, જ્યારે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ જશે. 


આ પણ વાંચોઃ કાગળ પર વીક, અનુભવ અને સ્ટાર્સ બન્નેની કમી છતાં શું છે ગુજરાત ટાઈટન્સનના મજબૂત પાસા?


આ મેચની વાત કરીએ તો વરસાદને કારણે 20-20 ઓવરની ગેમ શક્ય બની હતી. તેમાં પ્રથમ બેટિંગ કરતા કેરેબિયન ટીમે 7 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે નિદા ડારે ચાર વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે 27 રન ડીનડ્રા ડોટિને બનાવ્યા અને કેપ્ટન સ્ટીફની ટેલરે 18 રનનું યોગદાન આપ્યું હતું. એફી ફ્લેચરે 12 રન બનાવ્યા હતા. આ કારણે વેસ્ટ ઈન્ડિઝ ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં. 


તો 90 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને શરૂઆત સારી મળી નહીં, પરંતુ ઓપનર મુનીબા અલીએ 378 રન બનાવ્યા અને બાકી કામ કેપ્ટન બિસ્માહ મારૂફ અને ઓમૈમા સોહેલની સાથે મળીને પૂરુ કર્યુ હતું. મારૂફે 29 બોલમાં 20 અને સોહેલે 27 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત છે અને ટીમ બે પોઈન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે, પરંતુ તે હજુ સમીકરણની દ્રષ્ટિએ બહાર થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube