Gujarat Titan Analysis: અનુભવ અને સ્ટાર્સ બન્નેની કમી છતાં શું છે ગુજરાત ટાઈટન્સના મજબૂત પાસા?

આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યુ છે. 15મી સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે 8થી વધારીને 10 ટીમો આઈપીએલમાં ભાગ લેશે. તેવામાં આજે વાત કરશું ગુજરાત ટાઈટન્સનની અને જાણીશું આ ટીમના મજબૂત પાસા વિશે અને કમજોર કડીઓ વિશે.  

Gujarat Titan Analysis: અનુભવ અને સ્ટાર્સ બન્નેની કમી છતાં શું છે ગુજરાત ટાઈટન્સના મજબૂત પાસા?

નવી દિલ્લીઃ આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યુ છે. 15મી સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે 8થી વધારીને 10 ટીમો આઈપીએલમાં ભાગ લેશે. તેવામાં આજે વાત કરશું ગુજરાત ટાઈટન્સનની અને જાણીશું આ ટીમના મજબૂત પાસા વિશે અને કમજોર કડીઓ વિશે.

જો ટીમના પાંચ સૌથી મોંઘા ખેલાડીઓ કરીકે લોકી ફર્ગ્યુસન, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, યશ ધુલ અને ડેવિડ મિલર હરાજીમાં ખરીદ્યા હોય, તો સમજી શકાય કે ગુજરાત ટાઇટન્સ હરાજીમાં કેવું પ્રદર્શન કર્યું હશે. હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમને બેસ્ટ રિટેન્શન પ્લેયર મળ્યો છે, પરંતુ તે કેટલો ફિટ છે તે તો મેદાન પર જ ખબર પડશે. શુભમન ગિલ અને રાશિદ ખાનને પણ ફ્રેન્ચાઇઝી દ્વારા હરાજી પહેલા સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્પષ્ટ છે કે આ ટીમ લખનૌની નવી ટીમ જેટલી મજબૂત દેખાતી નથી.
એવું નથી કે હરાજીમાં ટીમ સંપૂર્ણપણે વિભાજિત થઈ ગઈ છે. આર સાઈ કિશોરના રૂપમાં એક પ્રબળ સ્થાનિક ખેલાડી છે. તેવટિયા અને વિજય શંકર સારા ઓલરાઉન્ડર સાબિત થઈ શકે છે. ફર્ગ્યુસનની ગતિ પર કોઈને શંકા ન હોવી જોઈએ. હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય કોચ આશિષ નેહરા છે, જે તેમના યુગના દિગ્ગજ પેસ બોલર છે. ટીમને વાનખેડે સ્ટેડિયમમાં 28 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ મેચ રમવાની છે.સંભવિત શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનઃ
ગુજરાતની સંભવિત શરૂઆતી ટીમ ખરાબ દેખાઈ રહી નથી. શુભમન ગિલ સ્થિર ઓપનર છે, પરંતુ તેની બેટિંગમાં થોડી ઊંડાઈનો અભાવ છે. ડેવિડ મિલર ફોર્મમાં નથી અને વિજય શંકર એવા બેટ્સમેન નથી જે ઊંચા સ્ટ્રાઈક રેટ પર રમે છે. તેથી ટોપ ઓર્ડર કેવી રીતે આઉટ થાય છે તે જોવું રસપ્રદ રહેશે. ફિનિશર તરીકે હાર્દિકનો ફોર્મ મહત્વપૂર્ણ રહેશે. ત્યારે, ગુજરાતનું બોલિંગ યુનિટ બેટિંગ યુનિટ કરતા વધુ સારું દેખાઈ રહ્યું છે. ટીમ પાસે રાશિદ જેવો સ્ટાર બોલર અને શમીનો પણ બોલિંગ એક્સપિરિયન્સ ટીમને કામ લાગશે. તો બીજી તરફ લોકી ડેથ ઓવર્સમાં બોલિંગ કરવામાં માસ્ટર છે.પ્લેઈંગ ઈલેવનઃ
રહમનતુલ્લાહ ગુરબાજ, શુભમન ગિલ, ડેવિડ મિલર, વિજય શંકર, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી.મજબૂતીઃ
ટી 20 ફોર્મેટના 2 બેસ્ટ પ્લેયર આ ટીમ પાસે છે. હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન. હાલના સમયમાં હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ફિનિશર કદાચ જ કોઈ છે અને જો તે બોલિંગ પણ કરે તો તે ટીમને ફાયદો કરાવશે. બીજી તરફ રાશિદ ખાન દુનિયાના બેસ્ટ સ્પિનરમાંથી એક છે. તે વિશ્વભરની ટી20 લીગમાં રમી ચુક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં રનોનો ઢગલો કરનાર અભિનવ મનોહર સદરંગની પર પણ નજર રહેશે, જેના પર ટીમે 2.6 કરોડ રૂપિયા લગાવ્યા છે.કમજોરીઃ
ટીમમાં હાર્દિક અને રાશિદ સિવાય બીજા કોઈ મોટા સ્ટાર પ્લેયર્સ નથી, જે સામેની ટીમ પર પ્રેશર બનાવી શકે છે. પર્સનલ કારણોસર જેસન રોયે પહેલાં જ પોતાનું નામ પરત ખેંચી લીધું છે. જો રોય રમતો હોતે તો શુભમન ગિલ સાથે તેની ઓપનિંગ પેર ફિક્સ હતી. જેસન રોયના જવાથી ટીમનું ટોપ ઓર્ડર નબળું લાગી રહ્યું છે. તેની જગ્યા પર અફઘાની ખેલાડી રહમનુલ્લાહ ગુરબાજે લીધી છે. મિડલ ઓર્ડરમાં પણ કોઈ સ્પેશિયલિસ્ટ બેટ્સમેન નથી. હાર્દિકની ફિટનેસ પર પણ સસ્પેંશ યથાવત છે. ટીમ પાસે અનુભવ નથી. મિલર આઉટ ઓફ ફોર્મ છે. ત્યારે, તેવામાં જોવાનું એ રહ્યું કે આ ટીમ કેવું રમે છે. 

આઈપીએલ 2022 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, જેસન રોય, અભિનવ સદારંગાણી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, નૂર અહમદ, આર સાંઈ કિશોરે, યશ દયાલ, અલ્ઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, વરૂણ આરોન, રાહુલ તેવતિયા, ડોમિનિક ડાર્કેસ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકંડે, ગુરકીરત સિંહ માન, બી સાઈ સુદર્શન.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news