પિતરાઇ બહેન સાથે લગ્ન કરશે બાબર આઝમ, લાગી ચુક્યો છે યૌન શોષણનો આરોપ
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ માત્ર 26 વર્ષનો છે, તેણે પોતાની પિતરાઇ બહેન સાથે નિકાહ કરવાનો નિર્ણય લીધો છે અને આગામી વર્ષે બન્ને લગ્ન કરશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ (babar azam) પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે જલ્દી લગ્નના બંધનમાં બંધાવાનો છે. તેની
પિતરાઇ બહેન બાબરની જીવનસાથી બનવાની છે. જીયો ન્યૂઝ પ્રમાણે બાબર આગામી વર્ષે પોતાની મામાની પુત્રી સાથે નિકાહ કરશે. બન્ને પરિવાર આસપી સહમતિથી સંબંધ માટે રાજી થઈ ગયા છે.
અઝહર અલીએ કરી હતી મજાક
રિપોર્ટ તે સમયે સામે આવ્યો જ્યારે પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અઝહર અલીએ બાબરની મજાક ઉડાવી હતી. હકીકતમાં ટ્વિટર પર એક ફેન્સની સાથે સવાલ-જવાબ સત્ર દરમિયાન એક ફેને અલીને પૂછ્યુ કે શું તેની પાસે બાબર માટે કોઈ સલાહ છે. ત્યારે બેટ્સમેને આઝમને લગ્ન કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ India Tour of England: ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર
લાગી ચુક્યો છે યૌન શોષણનો આરોપ
નવેમ્બર 2020માં હમિઝા મુખ્તારે બાબર આઝમ પર ઘણા સંગીન આરોપ લગાવ્યા હતા. લાહોરની આ યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, બાબરે તેનું યૌન શોષણ કર્યું, બળજબરીથી ગર્ભપાત કરાવ્યો અને લગ્નની લાલચ આપી બળાત્કાર કરતો રહ્યો. પરંતુ બાદમાં તે યુવતીએ ફરિયાદ પરત લેવા પાકિસ્તાનનો કેપ્ટન નિર્દોશ અને ખુદને ભડકાવવાની વાત કહી હતી.
સરફરાઝ બાદ મળી કમાન
વિરાટને પછાડી વિશ્વનો નંબર એક બેટ્સમેન બનેલા બાબર રમતના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન છે. 2019 વિશ્વકપ બાદ સરફરાઝને હટાવી દેવાયો હતો. અઝહર અલીને ટેસ્ટની જવાબદારી સોંપવામાં આવી પરંતુ બાદમાં 26 વર્ષીય આઝમને કેપ્ટન બનાવી દેવાયો હતો. હાલ તે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube