India Tour of England: ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર

ભારતીય ટીમ 2 જૂને ત્રણ મહિનાના લાંબા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાની છે. 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. 

India Tour of England: ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર આવી છે. ત્રણ મહિનાના લાંબા આ પ્રવાસ પર ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના પરિવારોને તેની સાથે યાત્રા કરવાની મંજૂરી મળી ગઈ છે. તે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI) ને યૂકે સરકારે મંજૂરી આપી છે. પરિવાર પહેલાથી મુંબઈમાં ખેલાડીઓ સાથે ક્વોરેન્ટાઈન છે, પરંતુ વીઝાને મંજૂરી મળી નહતી. તે માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની સહાયતાથી યૂકે સરકારની મંજૂરી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. મહત્વનું છે કે પુરૂષ ટીમની સાથે મહિલા ટીમ પણ પ્રવાસે જશે. તેને પણ પરિવારની સાથે યાત્રા કરવાની મંજૂરી મળી છે. 

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ટીમ મેનેજમેન્ટના સૂત્રએ કહ્યું કે, બીસીસીઆઈએ કોરોના મહામારીની હાલની સ્થિતિમાં લાંબા પ્રવાસ પર ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના પરિવારોની મંજૂરી માટે ખુબ મહેનત કરી. સૂત્રએ કહ્યું- ક્યારેક-ક્યારેક આપણે આ વાતને ગંભીરતાથી લેતા નથી, પરંતુ ટીમ આ નિર્ણયથી ન માત્ર ખુશ છે, પરંતુ બીસીસીઆઈની આભારી છે. આ મુશ્કેલ સમય છે અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા તે જરૂરી છે કે આટલા લાંબા પ્રવાસમાં સામેલ બધા લોકોના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે. 

સૂત્રએ આગળ કહ્યું, પહેલાની જેમ ખેલાડી મેદાન પર સમય પસાર કર્યા બાદ સાંજે બહાર ન જઈ શકે. તેવામાં ખુબ જરૂરી છે કે પરિવાર ખેલાડીઓની સાથે હાજર રહે. બીસીસીઆઈ હંમેશા ખેલાડીઓનું હિત ઈચ્છે છએ અને આ વખતે પણ બોર્ડ ઈસીબીની મદદથી બ્રિટન સરકાર પાસે મંજૂરી મેળવવા માટે ઉભુ રહ્યું. મહત્વનું છે કે ટીમ 3 જૂને ઈંગ્લેન્ડ પહોંચશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવાનો છે. તો મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમવાની છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news