લાહોરઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી બાદ હવે ઓલરાઉન્ડર ખેલાડી ઇમાદ વસીમ લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. તેણે રવિવાર (25 ઓગસ્ટ)એ લંડનમાં રહેતી સાનિયા અશફાક સાથે લગ્ન કરી લીધા છે. સાનિયા પાકિસ્તાન મૂળની બ્રિટિશ નાગરિક છે અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસ્વીરોથી તેની ખાતરી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ઇમાદ વસીમે વિદેશી યુવતીને લગ્ન કરીને ઘરે લાવ્યો છે. ઇસ્લામાબાદમાં આયોજીત લગ્ન સમાહોરમાં વસીમે એક સાદા સફેદ કુર્તાની ઉપર કાળુ જેકેટ પહેર્યું હતું. તો દુલ્હન સાનિયા લાલ ઘૂંઘટમાં એક સુંદર સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. 



આ નવદંપતિના લગ્ન બાદ સોમવાર (26 ઓગસ્ટ)એ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં પાકિસ્તાન ક્રિકેટ જગત સાથે જોડાયેલી જાણીતી વ્યક્તિઓ સામેલ થશે. 



કાઉન્ટી ક્રિકેટમાં નોટિંઘમશાયર તરફથી રમનાર ઇમાદ વસીમની સાનિયા અશરફ સાથે પ્રથમ મુલાકાત લંડનમાં થઈ હતી. જે સમયની સાથે પ્રેમમાં પરિણમી અને બંન્નેએ એક થવાનો નિર્ણય કર્યો હતો. 



ઇમાદે કહ્યું હતું, 'લગ્ન માટે હું એક સપ્તાહની રજા લઈશ. ત્યારબાદ બાકી મેચો માટે નોટિંઘમશાયર માટે ઉપલબ્ધ રહીશ.'



થોડા દિવસ પહેલા પાકિસ્તાની ક્રિકેટર હસન અલીના લગ્ન દુબઈમાં ભારતીય યુવતી શામિયા આરઝૂ સાથે થયા હતા.