Cricketer Retirement, Ayesha Naseem : કેટલાક લોકો અને ખેલાડીઓ પણ રમતગમતને પોતાનો ધર્મ માને છે, પરંતુ જો કોઈ ખેલાડી ધર્મને રમતથી ઉપર મૂકે તો દેખીતી રીતે જ પરેશાન કરી દે છે. હવે આવો જ એક કિસ્સો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે. પાકિસ્તાનની એક મહિલા ક્રિકેટરે માત્ર 18 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણીએ એમ પણ કહ્યું કે તે હવે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 વર્ષની વયે લીધો સંન્યાસ
પાકિસ્તાનની યુવા બેટર આયશા નસીમે (Ayesha Naseem) રમતને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને પોતાના નિર્ણયથી દુનિયાને ચોંકાવી દીધી હતી. માત્ર 18 વર્ષની ઉંમરમાં આયેશાએ આ નિર્ણય લીધો જેણે બધા ચોંકી ગયા છે..


લાખો લોકો જેની રાહ જોઇ રહ્યા હતા હવે તે કામ કરી રહી છે Maruti! એકદમ ખાસ છે આ નવી કાર
Instagram Down: 24 કલાકમાં મેટાને બીજો ઝટકો, Whatsapp બાદ Instagram પણ થયું ડાઉન


ઇસ્લામ પ્રમાણે જીવવા માંગે છે
પાકિસ્તાન માટે અત્યાર સુધી 4 ODI અને 30 T20 ઈન્ટરનેશનલ રમી ચુકેલી આયેશા નસીમે પોતાના આશ્ચર્યજનક નિર્ણયથી બધાને હેરાન કરી દીધા છે. પોતાની શાનદાર બેટિંગ માટે જાણિતી આયેશા ટોપ ઓર્ડરમાં ઉતરે છે. પાકિસ્તાનના એબોટાબાદમાં જન્મેલી આયેશા નસીમે કહ્યું છે કે તે પોતાનું જીવન ઇસ્લામ પ્રમાણે જીવવા માંગે છે અને તેથી તે ક્રિકેટ છોડી રહી છે.


BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ


આવી ક્રિકેટ કારકિર્દી
આયેશાએ તેની ODI કારકિર્દીમાં 4 મેચમાં માત્ર 33 રન બનાવ્યા જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 27 ઇનિંગ્સમાં કુલ 369 રન ઉમેર્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 128.12 હતો. આયેશાએ વન-ડે ઈન્ટરનેશનલમાં 2 સિક્સર ફટકારી હતી જ્યારે T20 ઈન્ટરનેશનલમાં 18 સિક્સર ફટકારી હતી.


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ


15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યો પ્રવેશ 
માત્ર 15 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર આયેશાએ બધાને પ્રભાવિત કર્યા હતા. 2020 માં તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા ગઈ હતી. જો કે ત્યારબાદ સિડનીમાં થાઈલેન્ડની મહિલા ટીમ સામેની મેચનું પરિણામ મળી શક્યું ન હતું. તેણીએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં આયર્લેન્ડ સામે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે ટી20 વર્લ્ડ કપમાં જ ડેબ્યૂ કર્યું હતું અને ટી20 વર્લ્ડ કપમાં જ આ ફોર્મેટમાં છેલ્લી મેચ રમી હતી. તેની પ્રથમ ODI મેચ જુલાઈ 2021માં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી જ્યારે છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2023માં ઓસ્ટ્રેલિયા સામે હતી.


ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, આજે પણ ઉજવાતી નથી રક્ષાબંધન
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube