ઈસ્લામાબાદ: પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહ પર એક શરમજનક કરતૂતને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. વાત જાણે એમ છે કે યાસિર શાહ અને તેના મિત્ર પર 14 વર્ષની સગીરા પર રેપ અને તેને ધમકી આપવાના મામલે FIR દાખલ કરાઈ છે. આ ખબર ફેલાતા જ ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. યાસિર શાહ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ટોપ ક્રિકેટર્સમાં સામેલ છે અને તેના વિરુદ્ધ આટલા ગંભીર આરોપથી ક્રિકેટની દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંદૂકની અણીએ રેપનો આરોપ
યાસિર શાહ અને તેના મિત્ર વિરુદ્ધ નોંધાયેલી FIR માં સગીર બાળકીએ કહ્યું કે ક્રિકેટરના મિત્ર ફરહાને બંદૂકની અણી પર તેની સાથે બળાત્કાર કર્યો અને પરેશાન કરી તથા તે ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. FIR મુજબ યાસિરે બાળકીને ધમકી આપી અને ચૂપ રહેવાનું કહ્યું. એટલું જ નહીં તેણે તે સગીરા પર તેના મિત્ર સાથે લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું. હવે મેડિકલ ટેસ્ટ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


પોલીસ બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવવાની તૈયારીમાં
આ ઉપરાંત પીડિતાએ એવો પણ આરોપ  લગાવ્યો કે લેગ સ્પિનર યાસિર શાહે તેને ચેતવણી આપી હતી કે જો આ ઘટના અંગે કોઈ ફરિયાદ કરી તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. 35 વર્ષના યાસિરની ધરપકડ થવાના કોઈ રિપોર્ટ કે સમાચાર સામે આવ્યા નથી. આવામાં હવે એ જોવાનું રહેશે કે આ મામલો કઈ રીતે આગળ વધે છે. પોલીસ હવે બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. આ મામલે જો કે અત્યાર સુધી ક્રિકેટર કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. 


યાસિર પર થયા ચોંકાવનારા ખુલાસા
સગીરાએ કહ્યું કે જ્યારે તેણે પોલીસને આ મામલે જાણકારી આપી તો યાસિરે તેને કહ્યું કે તે તેને એક ફ્લેટ ખરીદીને આપશે અને 18 વર્ષ સુધી મારો ખર્ચો ઉપાડશે. જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ પીડિત બાળકીએ જે FIR લખાવી છે તેમાં તેણે કહ્યું છે કે યાસિર અને તેના મિત્ર ફરહાને કથિત રીતે બંદૂકની અણીએ તેનો બળાત્કાર કર્યો. સગીરાએ કહ્યું કે 'જ્યારે મે વ્હોટ્સએપ પર યાસિરનો સંપર્ક કર્યો તો અને મામલા વિશે જણાવ્યું તો તેણે મારી મજાક ઉડાવી અને કહ્યું કે તેને નાની ઉંમરની છોકરીઓ પસંદ છે.'


ધૃણાસ્પદ કરતૂતનો Video બનાવવાનો આરોપ
છોકરીએ આગળ એવો પણ આરોપ લગાવ્યો કે ટેસ્ટ ક્રિકેટર યાસિરે આ સાથે જ તેને ધમકી આપી કે તે આ મામલાની જાણકારી કોઈને ન કરે. જો તે કોઈને પણ જાણ કરશે તો તેના 'ગંભીર પરિણામ' ભોગવવા પડશે. સગીરાએ કહ્યું કે 'યાસિર શાહે કહ્યું કે તે એક ખુબ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે એક ઉચ્ચ પદસ્થ અધિકારીને જાણે છે. યાસિર શાહ અને ફરહાન વીડિયો બનાવે છે અને સગીર બાળાઓનો બળાત્કાર કરે છે.' સૌથી ફાસ્ટ 200 ટેસ્ટ ક્રિકેટ લેનારો બોલર યાસિર છેલ્લે આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન જોવા મળ્યો હતો. 


Ashes 2021: જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, પછી જે થયું...રિકી પોન્ટિંગના રિએક્શનનો જુઓ Video


યાસિર શાહની ક્રિકેટ કરિયર
35 વર્ષના યાસિર શાહની ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન તરફથી 46 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 235 વિકેટ લીધી છે. યાસિરે 16 વાર 5 અને 3 વાર 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવેલી છે. 41 રનમાં 8 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન છે. યાસિર શાહે વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. યાસિર શાહે 46 ટેસ્ટમાં 235 વિકેટ લીધી છે જ્યારે 25 વનડે મેચમાં તે 24 વિકેટ લઈ ચૂક્યો છે. યાસિર શાહે કરિયરમાં 2 ટી20 મેચ પણ રમી છે જેમાં તે વિકેટ લેવામાં નિષ્ફળ ગયો છે. 


આ એક નિવેદનના કારણે ગઈ વિરાટ કોહલીની કેપ્ટનશીપ? જાણો કોણે કર્યો ખુલાસો


બાબર આઝમ ઉપર પણ લાગ્યો હતો રેપનો આરોપ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ઉપર પણ શારીરિક શોષણનો આરોપ લાગ્યો હતો. એક મહિલાએ બાબર આઝમ પર આરોપ લગાવતા કહ્યું હતું કે બાબરે તેનું શારીરિક શોષણ કર્યું અને ધમકી પણ આપી. મહિલાએ કહ્યું હતું કે  બાબરે તેને લગ્નના ખોટા વચન આપ્યા હતા. 


ગર્ભવતી બનાવવાનો આરોપ
મહિલાએ કહ્યું હતું કે બાબર આઝમે લગ્નની લાલચ આપીને 10 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. જ્યારે હું ગર્ભવતી બની તો મારપીટ કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાના જણાવ્યાં મુજબ બાબર અને તે એક જ શાળામાં ભણતા હતા. બંને એક જ મોહલ્લામાં રહેતા હતા. મહિલાના જણાવ્યાં મુજબ બાબર આઝમ તેને દગો કરતો રહ્યો અને લગ્નના નામ પર 10 વર્ષ સુધી શારીરિક શોષણ કરતો રહ્યો. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે બાબર આઝમને જણાવ્યું કે તે ગર્ભવતી છે તો બાબરે તેના કેટલાક મિત્રો સાથે મળીને તેનું એબોર્શન કરાવી દીધુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube