ક્રિકેટ જગતના ‘ડાન્સિંગ’ લેગ સ્પિનર કહેવાતા અબ્દુલ કાદીરનું નિધન
પાકિસ્તાનના પૂર્વ સ્પીનર અબ્દુલ કાદીર (Abdul Qadir) નું 63માં વર્ષે લાહોરમાં નિધન થયું છે. કાદિરનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. કાદિરે પાંચ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર્સ પણ હતા. કાદિર પોતાની ક્રિકેટ એક્શનને કારણે બહુ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ક્રિકેટ વર્લ્ડમાં ડાન્સિંગ બોલર તરીકે પ્રખ્યાત હતા. ભારતના વીવીએસ લક્ષ્મણ (VVS Laxman), હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી, પાકિસ્તાનના વસીમ અકરમ, શાહીદ આફ્રીદી, શોએબ અખ્તર સહિત દુનિયાભરના ક્રિકેટર્સે કાદિરના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ સ્પીનર અબ્દુલ કાદીર (Abdul Qadir) નું 63માં વર્ષે લાહોરમાં નિધન થયું છે. કાદિરનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. કાદિરે પાંચ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર્સ પણ હતા. કાદિર પોતાની ક્રિકેટ એક્શનને કારણે બહુ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ક્રિકેટ વર્લ્ડમાં ડાન્સિંગ બોલર તરીકે પ્રખ્યાત હતા. ભારતના વીવીએસ લક્ષ્મણ (VVS Laxman), હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી, પાકિસ્તાનના વસીમ અકરમ, શાહીદ આફ્રીદી, શોએબ અખ્તર સહિત દુનિયાભરના ક્રિકેટર્સે કાદિરના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
1955માં લાહૌરમાં જન્મેલા અબ્દુલ કાદિર પોતાના સમયના બેસ્ટ લેગ સ્પીનર હતા. તેમનુ ઈન્ટરનેશનલ કરિયર 16 વર્ષનું રહ્યું. તેમણે 67 ટેસ્ટ અને 104 વનડે મેચ રમ્યા. કાદિરે ટેસ્ટ મેચમાં 236 અને 104 વનડે મેચમાં 132 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે લાંબા સમય સુદી મેચમાં કોમેન્ટ્રી પણ કરી હતી.
અબ્દુલ કાદિરના નિધન પર ક્રિકેટ વર્લ્ડે શોક વ્યક્ત કર્યો. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ટ્વિટ કરી કે, પીસીબી ઉત્સાદ અબ્દુલ કાદિરના નિધનથી શોકમાં છે. તેમના પરિવાર અને મિત્રો માટે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ભારતીય ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) એ તેમના નિધન પર એક ફોટો શેર કરીને ટ્વિટમાં કહ્યું કે, અબ્દુલ કાદિરનું નિધન દુખદ છે. હું બે વર્ષ પહેલા તેમને મળ્યો હતો. ત્યારે તેઓ એકદમ ફીટ હતા અને એક્ટિવ હતા. એક ચેમ્પિયન બોલર, મહાન વ્યક્તિ અમને હંમેશા યાદ રહેશે. પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.
ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ ટ્વિટ કરી કે, અબ્દુલ કાદિરના મોતના સમાચાર સાંભળી હું દુખી થયો છું. તેમનો બોલિંગ સ્ટાઈલ અલગ જ હતી. તેઓ દુનિયાના બેસ્ટ સ્પીનરમાંના એક હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :