નવી દિલ્હીઃ યૂએઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 0-5થી વનડે સિરીઝ ગુમાવનારી પાકિસ્તાન ટીમની ચારેબાજુ ટીક્કા થઈ રહી છે. પાકિસ્તાન મીડિયા પોતાની  ક્રિકેટ ટીમની વિશ્વકપ માટેની તૈયારીઓ પર સવાલ ઉઠાવી રહી છે. તો આ હાર વચ્ચે પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે હવે તે મુંજવણ અનુભવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાસિર શાહનો પોતાની ફીમેલ ફેનની સાથે એક Tik-Tok વીડિયો વાયરલ થઈ ગયો છે, જેમાં તે 'મેં સિર્ફ તેરા રહુંગા' ગિત પર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો યાસિર શાહે ફીમેલ ફેનની માગ પર બનાવ્યો પરંતુ હવે તેને તેના પર શરમ આવી રહી છે. ખુદ પાકિસ્તાનના કોચ મિકી આર્થરે તેની જાણકારી આપી છે. 


'હૈટ્રિક મેન' સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના IPL રેકોર્ડનું કર્યું પુનરાવર્તન 


યાસિર શાહનું પ્રદર્શન પણ આ સિરીઝમાં ખરાબ રહ્યું હતું. તેણે 5 વનડે મેચોમાં 4 વિકેટ ઝડપી હતી.