Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીએ બુધવારે 9 ઓગસ્ટની સાંજે આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલ એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમશે. પીસીબી એશિયા કપની યજમાની કરી રહ્યું છે, પરંતુ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે, દેની ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ એશિયન ઈવેન્ટ માટે પાકિસ્તાનની ટીમનો કેપ્ટન બાબર આઝમ હશે. તેની આગેવાનીમાં પાકિસ્તાને કોઈ મલ્ટી નેશન ટૂર્નામેન્ટ રમી નથી, પરંતુ પાકિસ્તાનને તેનું સમર્થન મળી રહ્યું છે. તે વર્લ્ડકપ 2023 સુધી ટીમનો કેપ્ટન યથાવત રહેશે. ટીમના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે બેટરોને વધુ મહત્વ આપ્યું છે. વિકેટ કીપરના રૂપમાં મોહમ્મદ રિઝવાન અને હારિસ છે. 


આ પણ વાંચોઃ World Cup: વર્લ્ડકપનો નવો કાર્યક્રમ જાહેર, ભારત-પાક સહિત 9 મેચની તારીખમાં ફેરફાર


પાકિસ્તાનની એશિયા કપ 2023 ટીમ
બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, અબ્દુલ્લા શફીક, ફહીમ અશરફ, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ઇમામ ઉલ હક, મોહમ્મદ હારિસ, મોહમ્મદ વસીમ જૂનિયર, સઉદ શકીલ, નસીમ શાહ, આગા સલમાન, શાહીન આફ્રિદી, તય્યબ તાહિર અને ઉસામા મીર.


તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ બે મેચ ઘરઆંગણે, જ્યારે બાકીની મેચ શ્રીલંકામાં રમશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે, જ્યારે આગામી મુકાબલો સુપર-4માં થઈ શકે છે. પરંતુ તે  માટે બંને ટીમોએ ક્વોલિફાઈ કરવું પડશે. ભારતની સાથે પાકિસ્તાનની ટક્કર સુપર-4માં 10 સપ્ટેમ્બરે થઈ શકે છે. જો બંને ટીમ ફાઇનલમાં પહોંચશે તો વધુ એક મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube