નવી દિલ્હીઃ પેરાઓલમ્પિયન દીપા મલિક સોમવારે લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. દીપાએ દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં સાંજે 4 કલાકે ભારપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા ટ્યૂમર અને પછી ઓલમ્પિકમાં ઈતિહાસ રચીને દેશનું નામ રોશન કરનારી દીપાએ 48 વર્ષની ઉંમરમાં પોતાનું પગલું રાજનીતિ તરફ વધાર્યું છે. 30 સપ્ટેમ્બર 1970ના હરિયાણાના સોનીપત સ્થિપ ભૈંસવાલ ગામમાં જન્મેલી દીપા મલિકનું જીવન ઘણું અસહજ કહ્યું છું, પરંતુ તેણે ક્યારેક હાર માની નથી. 


મહત્વનું છે કે, દીપાને 29 વર્ષની ઉંમરે લકવો થયો હતો. તેનો કમરથી નીચેનો આખો ભાગ પૈરાલાઇઝ્ડ છે. હાડકામાં ટ્યૂમર હોવાને કારણે તે ચાલી શકતી નથી. 18 વર્ષથી વ્હીલ ચેર પર છે, પરંતુ દીપાએ દુખાવો અને સ્થિતિને માત આપીને ઓલમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. 


રિયો ઓલમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ દીપા મલિકે પોતાની ઉંમરથી વધુ ગોલ્ડ મેડલ જીતીને ભાવના, ઉત્કટ અને જીવનશક્તિ મિસાલ રજૂ કરી છે. દીપાની ઉમર 48 વર્ષ છે અને તેની પાસે 50થી વધુ ગોલ્ડ મેડલ છે. મહત્વનું છે કે, દીપાએ 17 અલગ-અલગ રમતોમાં 58 નેશનલ ગોલ્ડ મેડલ જીત્યા છે.