પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું વજન મેચ દરમિયાન અચાનક કેમ વધી ગયું તે બધા માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. વજન વધી જવાના કારણે વિનેશ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ડિસ્ક્વોલીફાય થઈ ગઈ. ભારતીય રેસલરે આ સમગ્ર મામલે પૂરેપૂરી જાણકારી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને આપી છે. વિનેશ  ફોગાટ ડિસ્ક્વોલીફાય થતા પહેલા ફાઈનલ સુધી પહોંચી હતી અને તેના આધારે તેણે પોતાના માટે સિલ્વર મેડલની ડિમાન્ડ પણ કરી છે. હવે આ મામલે 13 ઓગસ્ટના રોજ નિર્ણય આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ વર્ગ કેટેગરીમાં કુશ્તીના મેદાનમાં ઉતરી હતી. તેના બે દિવસ મુકાબલા થયા હતા. વિનેશે પહેલા દિવસે ત્રણ ફાઈટ જીતી હતી અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. બીજા દિવસે ફાઈનલ પહેલા જ તેનું વજન 100 ગ્રામ વધુ આવ્યું.  જેના કારણે ડિસ્ક્વોલીફાય થઈ અને ફાઈનલ રમવાની તક ન મળી. 


વિનેશ ફોગાટે આ મામલે CAS માં અપીલ કરી છે. તેના તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ CASમાં દલીલ કરી. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ વિનેશના એડવોકેટે જણાવ્યું કે તેનું શિડ્યુલ ખુબ જ ટાઈટ હતું. સ્પોર્ટ્સ વિલેજથી ચેમ્પ ડિ માર્સ એરેનાનું અંતર પણ વિનેશે વજન વધવાનું કારણ ગણાવ્યું. આ એ જગ્યા છે જ્યાં કુશ્તીની સ્પર્ધા થઈ હતી. 


વિનેશના એડવોકેટે એ પણ જણાવ્યું કે તેમના ખેલાડીને વધેલા વજનનો કોઈ ફાયદો થયો નથી. વિનેશે 50 કિલોથી ઓછા વજન સાથે જ પોતાના ત્રણેય મુકાબલા જીત્યા અને ફાઈનલમાં રજા બનાવી. આથી તેને ફાઈનલમાં પહોંચવા બદલ મળનારો મેડલ (સિલ્વર) તો ઓછામાં ઓછો મળવો જ જોઈએ. વિનેશ ફોગાટના વકીલોએ  કહ્યું કે 100 ગ્રામ વજન ખુબ જ ઓછુ છે. તે એથલિટના મહત્તમ વજનથી માત્ર 0.1 કે 0.2 ટકા જ વધુ છે. આટલું વજન તો ગરમીની સીઝનમાં અનેક કારણોથી વધી જાય છે. એથલિટના સતત રમતા રહેવાના કારણે મસલ્સ પણ વધી જાય છે. પોતાને ફીટ રાખવા માટે ડાયેટ પણ લેવાનો હોય છે, તેનાથી પણ વજન વધી જાય છે. વિનેશના વકીલોએ ભારતીય ખેલાડીના સ્વાસ્થ્યનો પણ હવાલો આપ્યો અને કહ્યું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પર વિચાર કરવો જોઈએ. 


વિનેશ ફોગાટના વકીલોને આશા છે કે CAS નો નિર્ણય તેમના પક્ષમાં આવશે. સીનિયર એડવોકેટ હરીશ વિદુષ્પત સિંઘાનિયાએ કહ્યું કે તેમના પક્ષમાં નિર્ણય આવે તેવી આશા છે. જો કે આ માટે શું સ્ટ્રેટેજી અપનાવવામાં આવી તેના વિશે કશું જ જણાવવાનો ઈન્કાર કરી દીધો.