પેરિસઃ  ભારતીય હોકી ટીમનો પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલમાં 3-2થી પરાજય થયો છે. જર્મનીએ ભારતને પરાજય આપી ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ભારત હવે સ્પેન સામે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ બ્રોન્ઝ મેડલ 8 ઓગસ્ટે રમાશે. એટલે કે હજુ ભારત પાસે ઓલિમ્પિક મેડલ જીતવાની તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે કર્યો હતો પ્રથમ ગોલ
જર્મની વિરુદ્ધ ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટરની સાતમી મિનિટમાં ગોલ કરી 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારત માટે આ શાનદાર ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરના અંતે ભારતીય ટીમ 1-0થી આગળ રહી હતી.


બીજા ક્વાર્ટરમાં જર્મનીએ કરી વાપસી
બીજા ક્વાર્ટરમાં જર્મનીએ એક બાદ એક આક્રમણ બનાવ્યા હતા. જેનો ફાયદો જર્મનીને મળ્યો હતો. જર્મનીએ 18મી મિનિટે ગોલ કરી સ્કોર 1-1થી બરોબર કરી લીધો હતો. જર્મની માટે આ ગોલ ગોંઝાલો પેલાઇટે કર્યો હતો. ત્યારબાદ જર્મનીએ 27મી મિનિટે ભારત વિરુદ્ધ બીજો ગોલ કર્યો હતો. આ ગોલ ક્રિસ્ટોફર રૂહરે કર્યો હતો. હાફ ટાઈમ સુધી જર્મનીએ 2-1ની લીડ મેળવી લીધી હતી. 


ત્રીજા ક્વાર્ટરમાં ભારતે કર્યો ગોલ
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે વાપસી કરતા 36મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. આ ગોલ સાથે ભારતે 2-2ની બરોબરી કરી લીધી હતી. 


અંતિમ ક્વાર્ટરમાં જર્મનીએ કર્યો ગોલ
જર્મનીએ છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર આક્રમણ કર્યું હતું. તેનો ફાયદો પણ તેને મળ્યો હતો. ભારતે જરૂર ડિફેન્સ કરી પેનલ્ટી કોર્નર બચાવ્યા હતા. પરંતુ જર્મનીએ અંતે એક ફીલ્ડ ગોલ કર્યો હતો.