મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે એક ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વિરાટ કોહલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં એકપણ સદી ફટકારી શકશે નહીં. આ વર્ષે ભારતનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નબેમ્બરમાં શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમિન્સે સિડનીમાં ચેનલ 7ના એક કાર્યક્રમમાં કહ્યું મારી સાહસિક અને બેબાક ભવિષ્યવાણી છે, હું કહીશ અને મને લાગે છે કે વિરાટ કોહલી શદી નહીં ફટકારી શકે અને અમે તેમને અહીં હરાવીશું. 


ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીએ આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેની એવરેજ 62ની છે, જે તેની 53.40ની કેરિયર એવરેજથી વધુ છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ સદી પણ ફટકારી છે. 


બોલ છેડછાડના મામલામાં સસ્પેન્ડેટ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ભારતની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની તક હશે. 


કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મૈક્ગ્રા પણ હાજર હતો. તેમણે અનુમાન લગાવ્યું કે, ઓસ્ટ્રેલિયા ભારતને શ્રેણીમાં 4-0થી હરાવશે. તે ઈચ્છે છે કે યજમાન ટીમ કોહલીને નિશાન બનાવે. 


મૈક્ગ્રાએ કહ્યું, હું ઈચ્છું છું કે ઓસ્ટ્રેલિયન કોહલી પર દબાવ નાખે અને જોવે કે તે કેમ રમે છે. આ એક સારી, આકરી અને મુશ્કેલ શ્રેણી હશે. કોહલી થોડો આક્રમક છે, છેલ્લીવાર તે અહીં હતો તો દેખાયું હતું કે તે પાછળ હટવાનો નથી. 


તેમણે કહ્યું, જો તમે તેના પર પુરી રીતે હાવી થઈ જાવ, તેને નંબર એક ખેલાડી તથા કેપ્ટન પર, તો કામ સરળ થઈ જશે. જો તે કોહલી પર કાબૂ કરી લે તો મને લાગે છે કે તેની રમત પર ખૂબ અસર પડશે.