પેટ કમિન્સે એક ઈનિંગમાં 5 વિકેટ લીધા વગર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો
એશિઝ 2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરતા પાંચ ટેસ્ટ મેચોની કુલ 10 ઈનિંગમાં 29 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેણે 211 ઓવર બોલિંગ કરી અને કુલ 569 રન આપ્યા છે.
નવી દિલ્હીઃ Ashes 2019: એશિઝ 2019 ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ (Pat Cummins) માટે ખુબ સારી રહી અને તેણે આ ટેસ્ટ સિરીઝમાં પોતાની ટીમ માટે એક શાનદાર બોલરની ભૂમિકા ભજવી છે. કમિન્સ માટે આ એશિઝ યાદગાર બની ગઈ કારણ કે તેના માધ્યમથી તેણે 41 વર્ષ જૂના રેકોર્ડને તોડતા એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
એશિઝ 2019મા સૌથી વધુ વિકેટ ઝડપી કમિન્સે બનાવ્યો આ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે એશિઝ 2019મા સારી બોલિંગ કરી અને પાંચ ટેસ્ટ મેચોમાં તેણે કુલ 29 વિકેટ હાસિલ કરી છે. કમાલની વાત છે કે તેણે સિરીઝમાં એકપણ વખત એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી નથી. એટલે કે ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપ્યા વિના તે કોઈપણ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ 1977-78મા ઓસ્ટ્રેલિયાના વેની ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો જેણે ભારત વિરુદ્ધ કોઈપણ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપ્યા વગર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 28 વિકેટ ઝડપી હતી. હવે કમિન્સે ક્લાર્કને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Most wickets in a Test series without a 5-fer:
-29 PAT CUMMINS v Eng in Eng 2019
-28 Wayne Clark v Ind in Aus 1977/78
-27 Joel Garner v Eng in WI 1985/86
-27 Malcolm Marshall v Eng in WI 1985/86
-26 Joel Garner v Eng in Eng 1980
-26 Stuart Clark v Eng in Aus 2006/07
એશિઝ 2019મા પેટ કમિન્સનું પ્રદર્શન
એશિઝ 2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરતા પાંચ ટેસ્ટ મેચોની કુલ 10 ઈનિંગમાં 29 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેણે 211 ઓવર બોલિંગ કરી અને કુલ 569 રન આપ્યા છે. તેણે કુલ 61 મેડન ઓવર ફેંકી છે. આ ટેસ્ટ સિરીઝમાં એક ઈનિંગમાં તેનું બેસ્ટ પ્રદર્શન 32 રન આપીને ચાર વિકેટ રહી જ્યારે એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 103 રન આપીને 7 વિકેટ રહ્યું છે.