કંડક્ટર માતાના પુત્રએ ભારતને બનાવ્યું અન્ડર-19 ચેમ્પિયન

અથર્વની કહાની ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે. એક માતા દ્વારા પોતાના પુત્રના સપનાને પૂરો કરવાનો પ્રયાસ છે.   

Updated By: Sep 15, 2019, 03:27 PM IST
કંડક્ટર માતાના પુત્રએ ભારતને બનાવ્યું અન્ડર-19 ચેમ્પિયન

નવી દિલ્હીઃ રવિવારે એશિયા કપ અન્ડર-19 (under 19 Asia Cup) ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રનથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ભારતની જીતમાં 18 વર્ષના અથર્વ વિનોદ અંકોલેકરનો (atharva ankolekar) મોટો હાથ રહ્યો હતો. ડાબા હાથના આ સ્પિનરે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની બેટિંગ નિષ્ફળ રહી અને 32.4 ઓવરમાં માત્ર 106 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સ્કોર કોઈ મોટો નહતો, પરંતુ અથર્વએ પોતાની ફિરકીની જાળમાં બાંગ્લાદેશી ખેલાડીઓને એવા ફસાવ્યા કે પૂરી ટીમ માત્ર 101 રન પર આઉટ થઈ ગઈ હતી. અથર્વને તેના પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફાસ્ટ બોલર આકાશ સિંહે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. 

મુંબઈના મધ્યમવર્ગીય પરિવારથી આવે છે અથર્વ
અથર્વ એક મધ્યમવર્ગીય પરિવારથી આવે છે. તેની માં વૈદેહી બૃહનમુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)માં કંડક્ટર છે. તો અથર્વ બી.કોમ બીજા વર્ષનો વિદ્યાર્થી છે. 

માંની રહી છે મહત્વની ભૂમિકા
અથર્વને આ મુકામ સુધી પહોંચાડવામાં તેની માંની મહત્વની ભૂમિકા રહી છે. નવ વર્ષ પહેલા અથર્વના પિતા, નિવોદ,નું અવસાન થઈ ગયું હતું. તેઓ બેસ્ટમાં કર્મચારી હતી. ત્યારબાદ તેના માતાને ત્યાં નોકરી મળી હતી. માતાએ નોકરીની સાથે-સાથે પોતાના પુત્રના સપના પૂરા કરવામાં કોઈ કસર છોડી નથી. અથર્વ 26 સપ્ટેમ્બર 2019ના પોતાનો 19મો જન્મદિવસ ઉજવશે. 

IND vs SA: આજે પ્રથમ ટી-20, ધરમશાળામાં વરસાદ બની શકે છે વિલન

સચિને આપી હતી ગિફ્ટ
અથર્વના ક્રિકેટ કરિયરમાં 2010મા મોટો ટર્નિંગ પોઈન્ટ આપ્યો. મુંબઈમાં એક પ્રેક્ટિસ સત્રમાં તેણે સચિન તેંડુલકરને બોલિંગ કરી હતી. સચિન તેના પ્રદર્શનથી પ્રભાવિત થયો અને તેણે એક ઓટોગ્રાફ કરેલા ગ્લવ્સ ભેટમાં આપ્યા હતા. 

અથર્વ જ્યારે નાનો હતો ત્યારે તેના પિતાએ તેને ક્રિકેટનું બેટ ગિફ્ટમાં આપ્યું હતું. તેઓ તેને ક્રિકેટરોની સ્ટોરી સંભળાવતા હતા. અહીંથી યુવાના મનમાં ક્રિકેટ પ્રત્યે રૂચી પેદા થઈ હતી. મુંબઈમાં એઝ-ગ્રુપમાં રમ્યા બાદ તે ઈન્ડિયા-19 ટીમનો સભ્ય બન્યો હતો. 

એશિયા કપ અન્ડર-19મા દેખાડી ફિરકીની કમાલ
અથર્વએ એશિયા કપ અન્ડર-19મા કુલ 12 વિકેટ ઝડપી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. તેની માતા તેના પ્રદર્શનથી ખુશ છે પરંતુ તે જાણે છે કે તેના પુત્રએ હજુ લાંબો રસ્તો કાપવાનો છે.