મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામ પર બે મેએ બાંદ્રા સ્થિત એમઆઈજી ક્લબના પેવેલિયનનું નામ રાખવામાં આવશે. પોતાના બે દાયકા કરતા વધુ લાંબા ચાલેલા આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન તેંડુલકર હંમેશા આ ક્લબમાં પ્રેક્ટિસ કરતો હતો. ક્લબ ક્રિકેટના સચિવ અમિત દાનીએ પીટીઆઈને કહ્યું, તેંડુલકરના નામ પર બનેલા પેવેલિયનનું ઉદ્ઘાટન બે મેએ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, તેંડુલકરના પુત્ર અને ઉભરતા ક્રિકેટર અર્જુન તેંડુલકર પણ આ ક્લબ તરફથી રમે છે. એમસીએના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ પહેલાથી જ સચિનના નામે છે. તેમણે નવેમ્બર 2013માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પોતાનો અંતિમ અને 200મી ટેસ્ટ મેચ આ સ્ટેડિયમમાં રમી હતી. 


આ વચ્ચે તે જાણવા મળ્યું કે, તેંડુલકર મિડિલસેક્સ ગ્લોબલ એકેડમી (ટીએમજીએ)ની સમર ક્રિકેટ કોચિંગ શિબિર 2019 બે મેથી પાંચ મે સુધી એમઆજી ક્રિકેટ ક્લબમાં આયોજીત કરવામાં આવશે.