લાહોરઃ પાડોશી પાકિસ્તાન ભારતની સાથે હંમેશા દુશ્મની વ્યક્ત કરતું આવ્યું છે. આ જંગના મેદાનમાં હતી પરંતુ હવે પાકિસ્તાન તેને ક્રિકેટના મેદાનમાં લઈને પહોંચી ગયું છે. હકીકતમાં પાકિસ્તાન આ સમયે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પાસેથી મળેલા અપમાનની આગમાં સળગી રહ્યું છે. હવે તે ગુસ્સામાં ક્રિકેટની દુનિયામાં જંગની જાહેરાત કરી રહ્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાઝાએ કહ્યુ કે ક્રિકેટ જગતમાં આ રીતે અમને બ્લોક કરવામાં આવ્યા તો અમે આગળ સન્માન કરીશું નહીં. તેમણે પાકિસ્તાનને ઉશ્કેરતા કહ્યુ કે, અમે તેનો બદલો મેદાન-એ-જંગમાં લેશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઝાએ એક તરફથી પોતાના ક્રિકેટ ખેલાડીઓ અને દેશના રમત પ્રેમીઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યુ કે, જો આપણા ક્રિકેટની ઇકોનોમી વધુ મોટી હોત તો તે ઇનકાર ન કરત. આપણે આપણા ક્રિકેટની ઇકોનોમી વધારવી છે જેથી તેને રૂચિ રહે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ઝટકો આપતા મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. 


મેદાન-એ-જંગની વાત
તેવામાં રમીઝ રાઝાએ વીડિયો જાહેર કરતા કહ્યુ કે, પાકિસ્તાનના ફેન્સ, પોતાની ટીમને સપોર્ટ કરીને રોષ વ્યક્ત કરે. રાઝાએ આગળ કહ્યુ કે, વિશ્વકપમાં આપણા નિશાન પર પહેલા તો આપણા પાડોશી હતા પરંતુ હવે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને પણ સામેલ કરી દો. તેનાથી હિંમત બનાવો અને આપણે માત ખાવાની નથી અને તેનો બદલો આપણે મેદાન-એ-જંગમાં લેશું. હવે તેઓ ક્યા જંગની વાત કરી રહ્યાં છે. પરંતુ રમીઝ રાઝાના ગુસ્સાથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનમાં નારાજગી જોવા મળી રહી છે.  


ENG vs PAK: પાકિસ્તાનને ફરી લાગ્યો ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે રદ્દ કર્યો પ્રવાસ


પશ્ચિમી દેશ એક થઈ જાય છે...
પીસીબીએ મંગળવારે વીડિયો રિલીઝ કર્યો જેમાં રમીઝે કહ્યુ- હું ઈંગ્લેન્ડના હટવાથી નિરાશ છું, પરંતુ તેની આશંકા હતી કારણ કે પશ્ચિમ દેશ એક થઈ જાય છે અને એક બીજાનું સમર્થન કરે છે. તમે સુરક્ષાનો ખતરો અને ધારણાના આધારે કોઈપણ નિર્ણય લઈ શકો છો. ગુસ્સાની ભાવના હતી કારણ કે પહેલા ન્યૂઝીલેન્ડે પોતાની સામે આવનારા ખતરાની જાણકારી આપ્યા વગર હટી જવાનો નિર્ણય લીધો. હવે ઈંગ્લેન્ડ, પરંતુ આ અપેક્ષિત હતું. 


ભારત, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને બનાવ્યું નિશાન
રમીઝ આગળ કહે છે- આ આપણા માટે એક શીખ છે કારણ કે જ્યારે આ દેશોની યાત્રા કરીએ છીએ તો આપણે હાર્ડ ક્વોરેન્ટિનમાં રહેવું પડે છે અને તેની ચેતવણીનું પણ પાલન કરીએ છીએ, પરંતુ તેમાં એક શીખ છે. એટલે હવે આપણે એટલા આગળ વધીશું જેટલું આપણા હિતમાં છે. પીસીબી ચીફે કહ્યું કે, આપણે વિશ્વકપ જઈશું જ્યાં આપણા નિશાના પર હવે ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ હશે. આપણે પોતાને મજબૂત કરીશું અને તેનો બદલો મેદાનમાં લેશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube