ENG vs PAK: પાકિસ્તાનને ફરી લાગ્યો ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે રદ્દ કર્યો પ્રવાસ


ઈંગ્લેન્ડની મેન્સ અને વુમેન્સ ટીમે આગામી મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ હવે ઈસીબીએ પોતાની ટીમ પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. 
 

ENG vs PAK: પાકિસ્તાનને ફરી લાગ્યો ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે રદ્દ કર્યો પ્રવાસ

લંડનઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યાના થોડા દિવસ બાદ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પણ પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો છે. ઈંગ્લેન્ડની મેન્સ અને વુમેન્સ ટીમે આગામી મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ હવે ઈસીબીએ પોતાની ટીમ પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ઈસીબીએ સોમવારે ટ્વિટર પર એક નિવેદન જાહેર કરી આ જાણકારી આપી છે. ઈંગ્લેન્ડની મેન્સ ટીમે પાકિસ્તાનના પ્રવાસે બે ટી20 મેચ રમવાની હતી, જ્યારે મહિલા ટીમે બે ટી20 અને ત્રણ વનડે મેચ રમવાની હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ સુરક્ષાના કારણોનો હવાલો આપી પાકિસ્તાનનો પ્રવાસ છોડી સ્વદેશ પરત ફરી હતી. 

જીયો ન્યૂઝ પ્રમાણે ઈંગ્લેન્ડની પુરૂષ અને મહિલા ટીમે પાકિસ્તાનની ટીમની સાથે રાવલપિંડીમાં 13 અને 14 ઓક્ટોબરે બે ટી20 મેચ રમવાની હતી. ઈંગ્લેન્ડ વુમેન્સ ટીમે 17, 19 અને 21 ઓક્ટોબરે ત્રણ વનડે મેચની સિરીઝ રમવાની હતી. ઈસીબીએ કહ્યુ કે, 2022માં મેન્સ ફ્યૂચર ટૂર્સ પોગ્રામના ભાગના રૂપમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તેની લાંબી પ્રતિબદ્ધતા હતી કારણ કે તેણે ઓક્ટોબરમાં બે વધારાની ટી20 વિશ્વકપ વોર્મ અપ ગેમ રમવા માટે સહમતિ વ્યક્ત કરી હતી, જેમાં ડબલ હેડરની સાથે મેન્સ ટીમ સિવાય વુમેન્સ ટીમનો પ્રવાસ પણ સામેલ કર્યો હતો. 

🇵🇰 #PAKvENG 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿

— England Cricket (@englandcricket) September 20, 2021

ઈસીબીએ કહ્યુ- ઈસીબી બોર્ડ ઈંગ્લેન્ડની મહિલા અને પુરૂષ ટીમોના પાકિસ્તાન પ્રવાસને લઈને આ સપ્તાહના અંતે ચર્ચા કરી અને અમે સત્તાવાર જાહેર કરીએ છીએ કે બોર્ડે અનિચ્છાથી ઓક્ટોબરમાં થનાર બંને ટીમનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. અમારા ખેલાડીઓની માનસિક અને શારીરિક સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાં આ વધુ મહત્વનું બની ગયું છે. અમે જાણીએ છીએ કે તે ક્ષેત્રમાં યાત્રા કરવાને લઈને ચિંતાઓ વધી રહી છે તથા પ્રવાસ જારી રાખવાથી ખેલાડીઓ પર વધારાનો દબાવ પડત જે કોવિડના પ્રતિબંધિત વાતાવરણમાં પહેલાથી દબાણનો સામનો કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news