ઓસ્ટ્રેલિયાની આ સ્ટાર ક્રિકેટર 6 મહિના માટે બહાર, જાણો કારણ
પગમાં સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે પેરી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ ફાઇનલ મેચમાં બહાર રહી હતી, હવે ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર એલિસ પેરી (Ellyse Perry)નું ઓપરેશન સફળ રહ્યું છે અને હવે તે 6 મહિના સુધી મેદાનથી દૂર રહેશે. પેરીને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ દરમિયાન ન્યૂઝીલેન્ડ વિરદ્ધ અંતિમ લીગ મેચમાં પગમાં સ્નાયૂ ખેંચાઈ ગયા હતા અને ત્યારબાદ તેને સર્જરી માટે કહેવામાં આવ્યું હતું. આ ઈજાને કારણે પેરી 8 માર્ચે ભારત વિરુદ્ધ રમાયેલી ફાઇનલ મેચમાં પણ બહાર રહી હતી.
ઓસ્ટ્રેલિયાના કોચ મેથ્યૂ મોટે કહ્યું, 'એલિસની હેમસ્ટ્રિંગનું ઓપરેશન સફળ રહ્યું. તેના પ્રથમ તબક્કામાં તેણે સંપૂર્ણ આરામ કરવો પડશે. હજુ તે સિડનીમાં છે. પેરીને ફિટ થવામાં 6 મહિનાનો સમય લાગશે અને તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝ અને ભારતમાં મહિલા ટી20 ચેલેન્જની મેચ રમી શકશે નહીં.'
એલિસ પેરી ઓસ્ટ્રેલિયાની સફળ ક્રિકેટરોમાંથી એક છે, તેણે 112 વનડેમાં 52.10ની એવરેજથી 3022 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 118 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 28.50ની એવરેજથી 1197 રન પોતાના ખાતામાં જોડ્યા છે. બોલિંગની વાત કરીએ તો પેરીએ વનડેમાં 152 અને ટી20માં 112 વિકેટ ઝડપી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube