મુંબઈઃ રિકી પોન્ટિંગનું માનવું છે કે ભારત હિસાબ સરભર કરવા માટે બેતાબ હશે પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ઓસ્ટ્રેલિયા મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ 2-1થી જીતશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલૂ સત્રમાં શાનદાર પ્રદર્શન બાદ આરોન ફિન્ચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયાની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ઘરેલૂ સત્રમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતી હતી. બીજીતરફ ભારત પાછલા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ ધરતી પર 2-3થી થયેલા પરાજયનો હિસાબ સરભર કરવા માટે આતૂર હશે. 


ઓસ્ટ્રેલિયાની વિશ્વ કપ વિજેતા ટીમના પૂર્વ કેપ્ટને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર પોતાના પ્રશંસકો સાથે વાત કરતા ઘણા સવાલોનો જવાબ આપ્યા હતા. જ્યારે એક પ્રશંસકે વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝના પરિણામની ભવિષ્યવાણી કરવા કહ્યું, તો પોન્ટિંગે કહ્યું, તેમનો દેશ સિરીઝ જીતશે. 


પોન્ટિંગે ટ્વીટ કર્યું, 'વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન અને ટેસ્ટ ક્રિકેટના શાનદાર સત્ર બાદ ઓસ્ટ્રેલિયા આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે પરંતુ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલી વનડે સિરીઝની હારનો હિસાબ સરભર કરવા આતુર હશે. ભવિષ્યવાણી તે છે કે ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે.'


4 દિવસીય ટેસ્ટ પર સહેવાગનો કટાક્ષઃ ચાર દિવસની ચાંદની હોય છે ટેસ્ટ ક્રિકેટ નહીં 


ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા માર્નસ લાબુશાનેના ભારત વિરુદ્ધ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણની આશા છે. તેના પર્દાપણ વિશે પૂછવા પર પોન્ટિંગે કહ્યું, 'મને લાગે છે કે તે મધ્યમક્રમમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કરશે. તે સ્પિન વિરુદ્ધ સારો ખેલાડી છે અને વિકેટો વચ્ચે દોડ સારી છે, તે સારો ફીલ્ડર પણ છે. કુલ મળીને તે સારો ખેલાડી છે. બીજી વનડે મેચ 17 જાન્યુઆરીએ રાજકોટ તો ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર