4 દિવસીય ટેસ્ટ પર સહેવાગનો કટાક્ષઃ ચાર દિવસની ચાંદની હોય છે ટેસ્ટ ક્રિકેટ નહીં

ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ટેસ્ટ મેચને પાંચ દિવસની જગ્યાએ ચાર દિવસ કરવાના પ્રસ્તાવ પર પોતાની રીતે કટાક્ષ કરતા કહ્યું કે જે રીતે 'માછલીને પાણીમાંથી કાઢવામાં આવે તો તે મરી જશે'
 

4 દિવસીય ટેસ્ટ પર સહેવાગનો કટાક્ષઃ ચાર દિવસની ચાંદની હોય છે ટેસ્ટ ક્રિકેટ નહીં

મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ટેસ્ટ મેચને પાંચ દિવસની જગ્યાએ ચાર દિવસ કરવાના પ્રસ્તાવ પર પોતાની રીતે કટાક્ષ કરતા કહ્યું કે જે રીતે 'માછલીને પાણીમાંથી કાઢવામાં આવે તો તે મરી જશે' તે રીતે ટેસ્ટમાં નવાપણું લાવવાનો મતલબ તે નથી કે તેની આત્મ સાથે છેડછાડ કરવામાં આવે. બીસીસીઆઈ પુરસ્કાર સમાહોરમાં રવિવારે વીરૂએ અહીં 'એમએકે 'પટૌડી મેમોરિયલ લેક્ચર'માં હિન્દી કહેવતનો ઉપયોગ કરતા કહ્યું કે, રમતના સૌથી લાંબા ફોર્મેટમાં નવાપણું લાવવું દિવસ-રાત્રી ટેસ્ટ મેચ સુધી સીમિત રાખવું જોઈએ. 

વીરુએ પોતાના અંદાજમાં કહ્યું, 'ચાર દિવસની ચાંદની હોય છે, ટેસ્ટ મેચ નહીં... પાણીની માછલી પાણીમાં સારી છે, બહાર કાઢો તો મરી જશે.' તેણએ કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટને ચાંદા મામાની પાસે લઈ જઈ શકીએ છીએ. આપણે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી રહ્યાં છીએ, લોકો લગભગ ઓફિસ બાદ મેચ જોવા આવે. ફેરફાર થવો જોઈએ પરંતુ પાંચ દિવસને યથાવત રાખવા જોઈએ.' આઈસીસી ટેસ્ટ ક્રિકેટને ચાર દિવસ કરવાનો પ્રસ્તાવ લાવી રહ્યું છે જેના પર માર્ચમાં ક્રિકેટ સમિતિની બેઠકમાં ચર્ચા થશે. તેની વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, રિકી પોન્ટિંગ અને ઇયાન બોથમ જેવા હાલના તથા પૂર્વ ખેલાડીઓએ આલોચના કરી છે. 

પાંચ દિવસીય ટેસ્ટ મેચ એક રોમાન્સ છે
વીરૂએ પાંચ દિવસીય ટેસ્ટ મેચને રોમાન્સની રીત ગણાવતા કહ્યું કે, રાહ જોવી આ ફોર્મેટની સુંદરતા છે. તેણે કહ્યું, 'મેં હંમેશા ફેરફારનો સ્વીકાર કર્યો છે પરંતુ પાંચ દિવસીય ટેસ્ટ મેચ એક રોમાન્સ છે, જ્યાં બોલર બેટ્સમેનને આઉટ કરવા માટે યોજના બનાવે છે, બેટ્સમેન દરેક બોલને કેમ ફટકારૂ તે વિચારે છે અને સ્લિપમાં ઉભેલો ફીલ્ડર બોલની રાહ જુએ છે, જેમ પ્રેમમાં ઉભેલો યુવક સામેથી હાની રાહ જુએ છે, દિવસભર રાહ જોવાની રહે છે કે ક્યારે બોલ તેના હાથમાં આવશે અને તે કેચ ઝડપી લેશે.'

ડાયપર અને ટેસ્ટ ક્રિકેટ ત્યારે બદલો જ્યારે તે ખરાબ થાય
આ પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં થોડું નવાપણું આવવું જોઈએ. તેણે કહ્યું, 'જર્સીની પાછળ નંબર લખવાનો પ્રયોગ તેની જગ્યાએ યોગ્ય છે પરંતુ ડાયપર અને ટેસ્ટ ક્રિકેટ ત્યારે બદલવા જોઈએ જ્યારે તે ખરાબ હોય. મને નથી લાગતું કે ટેસ્ટ ક્રિકેટ ખરાબ છે. તેથી વધુ ફેરફારની જરૂરીયાત નથી. હું કહીશ કે ટેસ્ટ ક્રિકેટ 143 વર્ષ જૂનો તંદુરસ્ત વ્યક્તિ છે અને આજની ભારતીય ટીમની જેમ ફીટ છે, તેમાં એક આત્મા છે અને તે આત્માની ઉંમર કોઈપણ કિંમત પર નાની ન થવી જોઈએ. આમ તો ચાર દિવસની ચાંદની હોય છે ટેસ્ટ મેચ નહીં.' તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં સતત પરિણામ આવી રહ્યાં છે અને ડ્રો મેચોને જોતા આ ફોર્મેટમાં ફેરફાર કરવો જોઈએ નહીં. 

મેચ ચાર દિવસની હોય તો પૈસા પણ ઓછા થઈ જશે
તેણે હસ્તા-હસ્તા કહ્યું, 'જો મેચ ચાર દિવસની થઈ જાય તો અમને પણ પાંચ દિવસની જગ્યાએ ચાર દિવસના પૈસા મળશે. જો પરિણામ ત્રણ દિવસમાં આવી જાય તો પણ અમને પૈસા પાંચ દિવસના મળે છે.' વીરૂએ આ પ્રસંગે ત્યાં બેઠેલા પટૌડી સાહેબની પત્ની તરફ જોતા કહ્યું, 'શર્મિલા જી અહીં બેઠા છે અને તેમના પર ફિલ્માવાયું એક જૂનુ ગીત છે જે ટેસ્ટ ક્રિકેટમાં પણ આપણે કરી રહ્યાં હોય 'વાદા કરો તુમ નહીં છોડોગે, તુમ મેરા સાથ, જહાં તુમ હો વહાં મૈં ભી હું...'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news