કોરોનાનો કહેરઃ મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, ખાલી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે આઈપીએલ
ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી.
મુંબઈઃ દેશભરમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર પણ તેનાથી અછૂત નથી. કોરોનાના 10 પોઝિટિવ મામલા રાજ્યમાં સામે આવ્યા છે. મુંખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ બીમારીના નવા મામલામાં આઠ પુણેથી અને બે મુંબઈથી છે. કોરોના વાયરસની આફત ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ પડી શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, આ સ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે.
ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube