ચેન્નઈઃ છેલ્લા બે મેચોમાં સતત બે હારનો સામનો કરી ચુકેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ મંગળવારે અહીં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે રમાનારી આઈપીએલ મેચમાં હારનો ક્રમ તોડવા ઉતરશે. ચેન્નઈએ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે એક રોમાંચક મેચમાં એક રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈએ 2018 બાદ પ્રથમવાર સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


બેંગલોરે આપેલા 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈએ 28 રન સુધી પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 48 બોલ પર પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાના સહારે અણનમ 84 રન બનાવીને મેચ રોમાંચક બનાવી દીધો હતો. ટીમને એક બોલ પર બે રનની જરૂ હતી પરંતુ તે ચુકી ગઈ હતી. 


ચેન્નઈની આ સિઝનમાં 10 મેચોમાં ત્રીજી હાર છે. ટીમ હજુ પણ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. 


ચેન્નઈ પોતાના ઘરમાં રમશે પરંતુ હૈદરાબાદ તેને પડકાર આપવા માટે સજ્જ છે. હૈદરાબાદે ગત મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને નવ વિકેટથી કારમો પરાજય આપ્યો હતો અને આ જીતથી ટીમનો આત્મ વિશ્વાસ ઘણો વધ્યો છે. 


આ બંન્ને ટીમો બુધવારે જ્યારે ગત મેચમાં એક-બીજા સામે ટકરાઈ હતી તો હૈદરાબાદે ચેન્નઈને પાંચ વિકેટથી પરાજય આપ્યો અને ટીમ ઉપર હારનો પણ મનોવૈજ્ઞાનિક દબાવ હશે. 


બીજીતરફ હૈદરાબાદની પાસે પોતાની સ્ટાર જોડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની સેવાઓ લેવાની છેલ્લી તક હશે. આ બંન્ને બેટ્સમેન આ મેચ બાદ પોત-પોતાની વિશ્વ કપી ટીમ સાથે જોડાઇ જશે. 


બંન્ને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનનો અંદાજ તે આંકડાથી લગાવી શકાય છે કે, આ જોડીએ લીગની આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચોમાં 750 કરતા વધુ રન બનાવ્યા છે. 


ટીમને હવે તેની ખોટ પડશે. બેયરસ્ટો આ મેચ બાદ ઈંગ્લેન્ડની વિશ્વ કપની ટીમમાં સામેલ થવા માટે સ્વદેશ પરત ફરશે અને ત્યારબાદ તેની સેવા મળશે નહીં. 


બીજી તરફ વોર્નર પણ આઈપીએલના છેલ્લા તબક્કામાં હૈદરાબાદનો સાથ છોડી દેશે અને ઓસ્ટ્રેલિયાની વિશ્વ કપની ટીમમાં જોડાઈ જશે. 


વોર્નર લીગની આ સિઝનમાં નવ મેચોમાં 517 રનની સાથે ટોપ પર ચાલી રહ્યો છે. બેયરસ્ટો પણ તેનાથી પાછળ નથી અને તેણે આટલા મેચોમાં 445 રન બનાવ્યા છે. 


આ બંન્ને બેટ્સમેનોએ કોલકત્તા નાઇટ રાઇડર્સની સાથે મેચમાં 131 રનની ભાગીદારી કરી ટીમને નવ વિકેટથી શાનદાર જીત અપાવી હતી. 


હૈદરાબાદ આ સમયે નવ મેચોમાં પાંચ જીત અને ચાર હારની સાથે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાન પર છે.