નવી દિલ્હીઃ ભારત આજે પોતાના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ જાણીતા ક્રિકેટરોને પત્ર લખીને ભારત સાથે તેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉથ આફ્રિકાના જોન્ટી રોડ્સ અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પત્ર લખ્યો છે. તેનો બંને ક્રિકેટરોએ આભાર વ્યક્ત કર્યો છે. 


પીએમ મોદીએ ગેલ અને રોડ્સને લખ્યો પત્ર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યુ છે, 'હું તમને અમારા ગણતંત્ર દિવસની શુભેચ્છા આપુ છું. તેમણે લખ્યું- આટલા વર્ષોમાં ભારત અને તેની સંસ્કૃતિ સાથે તમારો ગાઢ સંબંધ થઈ ગયો છે. તે સાબિત થઈ ગયુ જ્યારે તમે તમારી પુત્રીનું નામ આ મહાન દેશના નામ પર રાખ્યુ. તમે આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધોના વિશેષ દૂત છો.' રોડ્સે આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં આગળ લખ્યું છે- ભારત ઐતિહાસિક સામાજિક આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેનાથી જીવનનં સશક્તિકરણ થશે અને વૈશ્વિક કોષમાં યોગદાન આપી શકીશું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube