ભારત-એનો ન્યૂઝીલેન્ડ-એ સામે ધમાકેદાર વિજય, પૃથ્વી શો અને સેમસન ચમક્યા
બેજોડ ફોર્મમાં ચાલી રહેલા પૃથ્વી શોની શાનદાર ઈનિંગની મદદથી ભારત-એએ પ્રથમ બિનસત્તાવાર વનડેમાં ન્યૂઝીલેન્ડ-એને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
લિન્કનઃ બેજોડ ફોર્મમાં ચાલી રહેલા પૃથ્વી શોની શાનદાર ઈનિંગની મદદથી ભારત-એએ પ્રથમ બિનસત્તાવાર વનડેમાં ન્યૂઝીલેન્ડ-એને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. શિખર ધવનને ઈજા થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની વનડે ટીમમાં સ્થાન પામેલા 20 વર્ષના શોએ 35 બોલમાં 48 રન બનાવ્યા હતા. ભારતની ટી20 ટીમમાં ધવનના સ્થાને આવેલા વિકેટકીપર સંજૂ સેમસને 21 બોલમાં 39 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું.
જીત માટે 231 રનના લક્ષ્યને ભારતે 20થી વધુ ઓવર બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. ભારત એ માટે મોહમ્મદ સિરાજ સૌથી ઉપયોગી બોલર રહ્યો જેણે 6.3 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો ખલીલ અહમદ અને અક્ષર પટેલને બે-બે સફળતા મળી હતી. ભારત-એ ટીમે ન્યૂઝીલેન્ડ-એને નવ બોલ બાકી રહેતા 230 રન પર આઉટ કરી દીધી હતી.
ન્યૂઝીલેન્ડ-એ માટે રચિન રવિન્દ્રએ 58 બોલમાં 49 અને કેપ્ટન ટોમ બ્રૂસે 55 બોલમાં 47 રન બનાવ્યા હતા. ભારત એની શરૂઆત ઝડપી રહી જ્યારે શો અને મયંક અગ્રવાલે પોતાના અંદાજમાં રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ વિકેટ 79 રનના સ્કોર પર પડી જ્યારે જિમ્મી નીશામે શોને આઉટ કર્યો હતો. શોએ પ્રેક્ટિસ મેચમાં 100 બોલમાં 150 રન ફટકાર્યા હતા.
કોચ રવિ શાસ્ત્રીનું 'જનૂન' છે વિશ્વ કપ જીતવો, કહ્યું- તૈયારી થઈ ગઈ છે શરૂ
આ મેચમાં તેણે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 30 રન બનાવી આઉટ થયો હતો. સેમસને પોતાની ઈનિંગમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. મુંબઈના સૂર્યકુમારે પણ ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. વિજય શંકરે 20 અને ક્રુણાલ પંડ્યાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. બીજી અને ત્રીજી મેચ ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવાર અને શનિવારે રમાશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube