નવી દિલ્હી: પૃથ્વી શોએ ટેસ્ટ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેણે પોતાની પહેલી જ મેચમાં ફિફ્ટી મારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પૃથ્વીએ ગુરૂવારે વેસ્ટઇન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટમાં લંચ બ્રેક સુધીમાં (25 ઓવર) 74 બોલ પર 75 રન સાથે રમી રહ્યો ચે. તેની સાથે ચેતેશ્વર પુજારાએ 74 બોલમાં 56 રન સાથે રમી રહ્યો છે. ભારતનો સ્કોર 1 વિકેટ પર 133 રન થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા બોલ પર ખોલ્યુ ખાતુ
18 વર્ષ 329 દિવસના પૃથ્વી શોએ ગુરૂવારે રાજકોટમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. તેણે કેએલ રાહલુની સાથે ઓપનિંગ કરી હતી. પૃથ્વીએ મેચની પ્રથમ બોલ સામનો કર્યો હતો. તેણે મેચના બીજા બોલ પર શાનદાર બેકફૂટ પંચ લગાવી તેનું ખોતુ ખોલ્યું હતું. તેણે શેનન ગ્રેબ્રિએલની આ બોલ પર ત્રણ રન લીધા હતા.


પુજારાની સાથે 130 રનની ભાગીદારી
પૃથ્વીની સાથે ઓપનિંગમાં કેએલ રાહુલનું નસીબ ખરાબ રહ્યું. તે પહેલી જ ઓવરમાં શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. પરંતુ પૃથ્વીએ પોતાની બેટિંગ પર તેની અસર થવા ન દીધી અને તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા ચેતેશ્વર પુજારા સાથે 130 રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતી પર પહોંચાડી દીધી છે.


વાંચવા માટે ક્લિક કરો: IND Vs WI Live: લંચ બ્રેક સુધીમાં ભારતે બનાવ્યા 133 રન, પૃથ્વી અને પુજારાએ મારી ફિફ્ટી


ડેબ્યૂ મેચમાં ફિફ્ટી લગાવનાર સૌથી નાની ઉંમરનો ભારતીય
પૃથ્વી શોની ઇનિંગના 18માં ઓવરમાં પોતાની પ્રથમ ફિફ્ટી પૂરી કરી હતી. તેણે લોન્ગઓન પર એક રન લઅને 50નો આંકડો પાર કર્યો હતો. પૃથ્વીના આ 50 રન બનાવવા માટે 56 બોલ રમ્યો હતો. આ સાથે જ ડેબ્યૂ મેચમાં ફિફ્ટી મારનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો છે.


ફિફ્ટી લગાવનાર ત્રીજો સૌથી નાની ઉંમરનો ભારતીય
પૃથ્વી શો ટેસ્ટ ક્રિકેટમાં ફિફ્ટી મારનાર ત્રીજો સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે. માત્ર સચિન તેંદુલકર અને પાર્થિવ પટેલ જ તેમની નાની ઉંમરમાં ફિફ્ટી મારી શક્યા છે. સચિને 16 વર્ષ 214 દિવસની ઉંમરમાં ફિફ્ટી મારી હતી. પાર્થિવ પટેલે 18 વર્ષ 301 દિવસની ઉંમરમાં 50 રન બનાવ્યા હતા.


દેશમાં ડેબ્યૂ કરતા ફિફ્ટી લગાવનાર સૌથી નાની ઉંમરનો ભોરતીય
પૃથ્વી સો દેશમાં ડેબ્યૂ કરતા ફિફ્ટી લગાવનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો ચે. તેણે રાજકોટમાં આ ઇનિંગ રમી રહ્યો છે. સચિને તેની પ્રથમ ફિફ્ટી પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં મારી હતી. જ્યારે પાર્થિવ પટેલે પ્રથમ ફિફ્ટી ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં મારી હતી.