નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની 14મી સીઝન પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાનું નામ બદલ્યું છે. બુધવારે ટીમ પોતાનો નવો લોગો જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર ટીમનો નવો લોગો ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબે તે વાતની જાહેરાત કરી હતી કે નવી સીઝનમાં ટીમ નવા નામની સાથે રમવા ઉતરશે. 


આઈપીએલની નવી સીઝનમાં પંજાબની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સ્થાને પંજાબ કિંગ્સ (Punjab kings) ની સાથે ઉતરવાની છે. સોશિયલ મીડિયા પર ટીમનો નવો લોકો વાયરલ થઈ રહ્યો છે. જાણકારી પ્રમાણે આ ટીમનો નવો લોગો હશે. પરંતુ હજુ સુધી ટીમના સત્તાવાર એકાઉન્ટ પર તેને રિલીઝ કરવામાં આવ્યો નથી અને ન તો ઈન્ડિયન પ્રીમિયર લીગે તેને જારી કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube