લોસ એન્જેલસઃ વિશ્વના બીજા નંબરના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે અહીં ટેલર ફ્રિટ્ઝને સીધા સેટોમાં હરાવીને એટીપી મેક્સિકો ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. આ 2020માં તેનું પ્રથમ ટાઇટલ છે. સ્પેનના દિગ્ગજ નડાલે અમેરિકાના ફ્રિટ્ઝને 6-3, 6-2થી હરાવીને બીજીવાર મેક્સિકો ઓપનનું ટાઇટલ જીત્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા તે 2013 અને 2015માં પણ ટાઇટલ જીતી ચુક્યો છે. નડાલના કરિયરનું આ 85મું ટાઇટલ છે. 33 વર્ષીય નડાલે પાછલા મહિને ઓસ્ટ્રેલિયાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પ્રથમ ટૂર્નામેન્ટ રમી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર