IND vs SL 3RD ODI Match: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. આ મેચ ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીતી લીધી. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના એક મહત્વના સભ્યની અચાનક તબિયત બગડી છે. જેના કારણે આ દિગ્ગજ કોલકાતાથી જ પોતાના ઘરે પાછો ફર્યો છે. છેલ્લી મેચમાં તે ટીમ સાથે નહીં હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક બગડી તબિયત
ઈન્ડિયા ડોટ કોમની ખબર મુજબ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડની તબિયત બગડવાના કારણે તેઓ કોલકાતાથી પોતાના ઘરે બેંગ્લુરુ પાછા ફર્યા છે. સિરીઝની બીજી મેચ પહેલા દ્રવિડ કથિત રીતે હોટલમાં અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું. દવા ખાધા બાદ તેઓ કોલકાતામાં મેચ દરમિયાન રોકાયા હતા. બંગાળ ક્રિકેટ બોર્ડે દ્રવિડ માટે ડોક્ટર ઉપલબ્ધ કરાવ્યા હતા. આવામાં એવું કહેવાય છે કે હવે તેઓ ત્રીજી મેચ દરમિયાન ભારતીય ટીમ સાથે જોવા નહીં મળે. 


હરમિત દેસાઇ દોહામાં બતાવશે દમ, એશિયાઇ ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં થયો ક્વોલિફાઇ


IND vs NZ: આ ખેલાડીઓ સાથે ભારત સામે T20 સીરિઝ રમશે ન્યૂઝીલેન્ડ, બહાર થયા બે દિગ્ગજો


Hardik Pandya: આ શું છે...... મેદાન પર સાથી ખેલાડીને ગાળ આપવા લાગ્યો હાર્દિક પંડ્યા


11 જાન્યુઆરીએ ઉજવ્યો બર્થડે
રાહુલ દ્રવિડે હાલમાં જ સિરીઝ દરમિયાન ટીમના ખેલાડીઓ સાથે 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. રાહુલે 17 વર્ષની ઉંમરે કર્ણાટક માટે ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ  કર્યું હતું. બીજી બાજુ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 1996માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે 164 ટેસ્ટ મેચમાં 13288 રન કર્યાં. જેમાં 36 સદી અને 63 અર્ધસદી સામેલ છે. જ્યારે 344 વનડે મેચમાં 10889 રન કર્યા. જેમાં 12 સદી સામેલ છે. ભારત માટે એક ટી20 મેચ પણ રમી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોચ તરીકે ભારતીય ટીમ સાથે કામ કરી રહ્યા છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube