Hardik Pandya: આ શું છે...... મેદાન પર સાથી ખેલાડીને ગાળ આપવા લાગ્યો હાર્દિક પંડ્યા.... જુઓ Video

Hardik Pandya: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામેની બીજી વનડેમાં હાર્દિક પંડ્યા બોલિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. જોકે, પંડ્યા ફરી એકવાર ફિલ્ડિંગ દરમિયાન પોતાની હરકતોને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના જ સાથી ખેલાડી સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે.

Hardik Pandya: આ શું છે...... મેદાન પર સાથી ખેલાડીને ગાળ આપવા લાગ્યો હાર્દિક પંડ્યા.... જુઓ Video

કોલકાતાઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વનડે સીરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન બોલિંગમાં જોરદાર રમત દેખાડતી ભારતીય ટીમે મુલાકાતી ટીમને માત્ર 215 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ઉમરાન મલિકને બે અને અક્ષર પટેલે પણ એક વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યાએ પણ મેચમાં પાંચ ઓવર ફેંકી હતી પરંતુ તેને એક પણ વિકેટ મળી ન હતી. જો કે આમ છતાં તે ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં ઈડન ગાર્ડન્સ વનડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યાનો અવાજ સંભળાય છે જેમાં તે પોતાના સાથી ખેલાડી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે તે કોને ગાળો આપી રહ્યો હતો તે જાણી શકાયું નથી.

આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક પંડ્યા મેદાન પર સાથી ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરતો સાંભળવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેણે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે થવાની સાથે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.

— RADHE 🚬🇮🇳 (@Iamradhe_p00) January 12, 2023

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા વર્તમાન ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓમાંથી એક છે. રોહિત શર્મા બાદ હાર્દિકને ટીમ ઈન્ડિયાનો ભાવિ કેપ્ટન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની બૂમો પાડવી અને સાથી ખેલાડીઓ પર આ રીતે ગુસ્સો કરવો યોગ્ય આદર્શ ગણી શકાય નહીં.

ટી20 સિરીઝમાં કેપ્ટન હતો હાર્દિક
હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1થી શાનદાર જીત નોંધાવી હતી. અને ODI શ્રેણીમાં, હાર્દિક રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમનો ઉપ-કેપ્ટન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news