નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) માત્ર તેમની શાનદાર બેટિંગ માટે જ નહીં, પણ તેમના ઉત્તમ વર્તન માટે પણ જાણીતા છે. આ જ કારણ છે કે તેમને આ રમતના 'રીયલ જેન્ટલમેન' પણ કહેવામાં આવે છે. તેઓ મેદાનની બહાર પણ ખૂબ જ ગંભીર વ્યક્તિ રહ્યા છે. આ અંગેનો પુરાવો તેમણે ઘણા વર્ષો પહેલા આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજાણી યુવતીથી દ્રવિડનો સામનો
2000 ના દાયકામાં રાહુલ દ્રવિડને (Rahul Dravid) વિચિત્ર સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક યુવતી તેમની પાછળ પડી હતી. હકીકતમાં એક યુવતી તેની કેમેરા ટીમ સાથે દ્રવિડ પાસે આવી હતી. તેમણે કહ્યું હતું કે, તે સિંગાપોરની એક ચેનલમાં પત્રકાર છે અને થોડીવાર માટે ઇન્ટરવ્યૂ લેવા માંગે છે. યુવતી તરફથી વારંવાર વિનંતીઓ કરવા પર દ્રવિડ સંમત થયા હતા.


આ પણ વાંચો:- આ વખતે ભારત TOKYO OLYMPICS 2020માં વર્લ્ડના નંબર 1 શૂટર્સ સાથે ઉતરશે


દ્રવિડ સાથે લગ્નની જીદ કરવા લાગી યુવતી
રાહુલ દ્રવિડ (Rahul Dravid) સાથે લગભગ 10 મિનિટ સવાલ જવાબ કર્યા બાદ યુવતીએ કેમેરા ટીમને રૂમમાંથી બહાર જવો કહ્યું. ત્યારબાદ તે યુવતી દ્રવિડની નજીક આવી સોફા પર બેસી ગઈ અને કહેવા લાગી કે તે તેમની કેટલી મોટી ફેન છે. ધીરે ધીરે તે વધુ નજીક આવતી ગઈ અને ફરી અચાનક તેણે દ્રવિડને કહ્યું કે, તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે.


આ પણ વાંચો:- આ કોચે ટીમ ઈન્ડિયાને મેચ પહેલા સેક્સ કરવાની આપી હતી સલાહ, જાણો કેમ?


દ્રવિડને આવ્યો ગુસ્સો
આ સાંભળીને રાહુલ દ્રવિડ (Rahul Dravid) સ્તબ્ધ થઈ ગયા, યુવતી ઘણો આગ્રહ કરવા લાગી પરંતુ રાહુલ તેને વારંવાર ઇનકાર કરવા લાગ્યા. ટીમ ઇન્ડિયાના ધ વોલે રૂમમાંથી બહાર જવાનું વધારે યોગ્ય લાગ્યું, પરંતુ જેવા તેઓ દરવાજા પાસે પહોંચ્યા એટલામાં યુવતીના પિતા ત્યાં આવ્યા અને દ્રવિડથી કહેવા લાગ્યા કે તમને જોઇએ તે મળશે. તેના પર દ્રવિડે યુવતિના પિતાને કહ્યું કે, તમારી પુત્રીને અભ્યાસ પર ધ્યાન આપવા કહો.


ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ


'બકરો' બન્યા હતા રાહુલ
રાહુલ દ્રવિડ (Rahul Dravid) ત્યારબાદ જેવા રૂમની બહાર જવા લાગ્યા ત્યારે દરવાજા પર જાણીતા હોસ્ટ સાયરસ ભરૂચાએ તેમને રોક્યા અને કહ્યું કે, આ બધુ એક એમટીવી ચેનલના ફ્રેન્કનો હિસ્સો છે. યુવતી કોઈ જર્નલિસ્ટ નથી અને તેના પિતા પણ વાસ્તવિક નથી. દ્રવિડ આ સાંભળીને પોતાનું હસવાનું રોકી શક્યા નહીં. તેમણે ખબર પડી કે તેઓ 'એમટીવી બકરા' બની ચુક્યા છે.


આ પણ વાંચો:- WTC-2: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સત્રનો કાર્યક્રમ જાહેર, જાણો કોની સામે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા



'જેન્ટલમેન' છે રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડના (Rahul Dravid) આ એપિસોડથી ખબર પડે છે કે, તેઓ એક જેન્ટલમેન છે, તેમણે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાને સંભાળી રાખ્યા. યુવતીઓ પ્રતિ તેમનો આ વ્યવહાર આજે પણ દરેક ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લે છે. આજે પણ તે કોચ તરીકે ખેલાડીઓને ઘણું સન્માન કરે છે. આ કારણ છે કે, આજે પણ તેમને ઘણા પસંદ કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube