WTC-2: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સત્રનો કાર્યક્રમ જાહેર, જાણો કોની સામે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2 માં કુલ 9 ટીમો ભાગ લેવાની છે, જેમાં ન્યૂઝીલેન્ડ, ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ સામેલ છે.

WTC-2: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સત્રનો કાર્યક્રમ જાહેર, જાણો કોની સામે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ ICC World Test Championship ના 2021ના સત્રનું સમાપન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલા મુકાબલાની સાથે થઈ ગયું છે. હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા સત્રની શરૂઆત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની સાથે થશે. આ પહેલા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2021-2023 સત્રનો કાર્યક્રમ સામે આવ્યો છે, જેના દ્વારા તમે જાણી શકશો કે કઈ ટીમ કોની સામે રમવાની છે. 

તમને જણાવી દઈએ કે આગામી બે વર્ષની સાઇકલમાં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત સૌથી વધુ મુકાબલા રમવાની છે. ઈંગ્લેન્ડની ટીમ આ દરમિયાન 22 મેચ રમશે, જ્યારે બીજા નંબરે ભારતીય ટીમ છે. વિરાટ સેના 6 સિરીઝમાં કુલ 19 મેચ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 18 ટેસ્ટ રમશે, જેમાં પાંચ મેચોની એશિઝ પણ સામેલ છે. ભારત પાંચ મેચોની એક સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમશે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ બે પાંચ-પાંચ મેચોની સિરીઝ રમશે. 

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2 માં કુલ 9 ટીમો ભાગ લેવાની છે, જેમાં ન્યૂઝીલેન્ડ, ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ સામેલ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દરેક ટીમે પોતાના ઘરઆંગણે ત્રણ સિરીઝ અને ત્રણ સિરીઝ વિદેશમાં રમવાની છે. તો આ વખતે પોઈન્ટ સિસ્ટમમાં પણ ફેરફાર થયો છે. દરેક મેચ જીતવા પર ટીમને 12 પોઈન્ટ મળશે, જ્યારે મેચ ડ્રો રહેવાની સ્થિતિમાં 4-4 અને ટાઈવ થશે તો 6-6 પોઈન્ટ મળશે. 

WTC 23 માટે ટીમો અને તેનો કાર્યક્રમ

ઈંગ્લેન્ડ (22 મેચ)

ઘર પર - ભારત (5), ન્યુઝીલેન્ડ (3) અને દક્ષિણ આફ્રિકા (5)

વિદેશમાં - ઓસ્ટ્રેલિયા (5), વેસ્ટ ઇન્ડીઝ (3) અને પાકિસ્તાન (3)

ભારત (19 મેચ)

ઘર પર - ન્યુઝીલેન્ડ (2), શ્રીલંકા (3) અને ઓસ્ટ્રેલિયા (4)

વિદેશમાં - ઇંગ્લેંડ (5), દક્ષિણ આફ્રિકા (3) અને બાંગ્લાદેશ (2)

ઓસ્ટ્રેલિયા (18 મેચ)

ઘર પર - ઇંગ્લેંડ (5), વેસ્ટ ઇન્ડીઝ (2) અને દક્ષિણ આફ્રિકા (3)

વિદેશમાં - પાકિસ્તાન (2), શ્રીલંકા (2) અને ભારત (4)

દક્ષિણ આફ્રિકા (15 મેચ)

ઘર પર - ભારત (3), બાંગ્લાદેશ (2) અને વેસ્ટ ઇન્ડીઝ (2)

વિદેશમાં - ન્યુઝીલેન્ડ (2), ઇંગ્લેંડ (3) અને ઓસ્ટ્રેલિયા (3)

ન્યુઝીલેન્ડ (13 મેચ)

ઘર પર - બાંગ્લાદેશ (2), દક્ષિણ આફ્રિકા (2) અને શ્રીલંકા (2)

વિદેશમાં - ભારત (2), ઇંગ્લેંડ (3) અને પાકિસ્તાન (3)

વેસ્ટ ઇન્ડીઝ (13 મેચ)

ઘર પર - પાકિસ્તાન (2), ન્યુઝીલેન્ડ (2) અને ઇંગ્લેન્ડ (3)

વિદેશમાં - દક્ષિણ આફ્રિકા (2), શ્રીલંકા (2) અને ઓસ્ટ્રેલિયા (2)

પાકિસ્તાન (13 મેચ)

ઘર પર - ઓસ્ટ્રેલિયા (2), ઇંગ્લેન્ડ (3) અને બાંગ્લાદેશ (2)

વિદેશમાં - વેસ્ટ ઇન્ડીઝ (2), બાંગ્લાદેશ (2) અને શ્રીલંકા (2)

શ્રીલંકા (13 મેચ)

ઘરે - ઓસ્ટ્રેલિયા (2), પાકિસ્તાન (2) અને વેસ્ટ ઇન્ડીઝ (2)

વિદેશમાં - બાંગ્લાદેશ (2), ભારત (3) અને ન્યુઝીલેન્ડ (2)

બાંગ્લાદેશ (12 મેચ)

ઘરે - પાકિસ્તાન (2), શ્રીલંકા (2) અને ભારત (2)

વિદેશમાં - ન્યુઝીલેન્ડ (2), દક્ષિણ આફ્રિકા (2) અને વેસ્ટ ઇન્ડીઝ (2)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news