બેંગલુરૂઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ કર્ણાટક ચૂંટણી પંચના એમ્બેસેડર છે. 2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં 18 એપ્રિલે મતદાન થવાનું છે, પરંતુ ચોંકાવનારી વાત તે છે કે ખુદ રાહુલ દ્રવિડ આ વખતે મત આપી શકશે નહીં. રાહુલનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને બીજીવાર સામેલ કરવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં રસ્તાઓ પર જગ્યાએ-જગ્યાએ રાહુલના પોસ્ટર દેખાશે. આ પોસ્ટરોના માધ્યમથી રાહુલ અપીલ કરતા દેખાઈ છે કે લોકતંત્રની જીત માટે મતદાન કરો, આ વર્ષે ચૂંટણીમાં રાહુલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. દ્રવિડ અને તેના પત્ની વિજેતા હવે ઇન્દિરાનગરથી આરએમવી એક્સટેન્શનના અશ્વથનગરમાં શિફ્ટ થઈ ગયા છે. શિફ્ટ થયા બાદ તેણે ઈન્દિરાનગરના વોટર લિસ્ટમાંથી પોતાનું નામ દૂર કરવાની અરજી કરી હતી. આ યાદીમાંથી તેમનું નામ તો હટી ગયું પરંતુ નવી જગ્યાના વોટર લિસ્ટમાં નામ નોંધાવવા માટે રાહુલે ફોર્મ ભર્યું નથી. 


ડોમ્લૂર સબ ડિવિઝનના સહાયક ચૂંટણી રિટર્નિંગ અધિકારી બાસાવરાજૂ માગીએ તે વાતને સમર્થન આપ્યું કે, દ્રવિડના ભાઈ વિજયએ રાહુલ અને તેમની પત્નીનું નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ફોર્મ જમા કરાવ્યું હતું. માગીએ કહ્યું, નામ હટાવ્યા બાદ રાહુલ દ્રવિડ બીજીવાર નામ સામેલ કરવા માટે ફોર્મ  6 ભર્યું નથી. જો તેમણે ફોર્મ 6 ભર્યું હોત તો તેમનું નામ મતદાર યાદીમાં આવી જાત. 


સચિન અને બ્રાયન લારાનો ખુલાસો, એક-બીજા વિરુદ્ધ બનવતા હતા આ પ્લાન 


માથીકેર સબ ડિવિઝનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોલ રિટર્નિંગ ઓફિસર રૂપાએ કહ્યું કે વોટર લિસ્ટમાં નામ નોંધાવવાની ખાસ ડ્રાઇવ દરમિયાન કેટલાક ઓફિસર રાહુલ દ્રવિડના ઘરે પણ ગયા હતા પરંતુ તેમને ઘરમાં પ્રવેશ મળ્યો નહીં. તેમણે જણાવ્યું કે, રાહુલ દ્રવિડ વિદેશમાં છે અને તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે કોઈ સંદેશ આપ્યો નથી. પરંતુ બાદમાં દ્રવિચે ચૂંટણી અધિકારી બાસાવરાજૂ માગી સાથે વાત કરી અને પૂછ્યું કે શું તેમનું નામ ઈન્દિરાનગર વોટિંગ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. 


માગીએ કહ્યું, દ્રવિડ સ્પેનમાં હતા પરંતુ તેઓ કોઈપણ કિંમતે મતદાન કરવા ઈચ્છતા હતા. દૂર્ભાગ્યપૂર્ણ તેમનું નામ શાંતિનગરની મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.