મુંબઈઃ આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસ (18 બોલ 36 રન)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે પરાજય આપી આ સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. આ સાથે રાજસ્થાને પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી દીધુ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન રોયલ્સનો ધબડકો
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની પણ શરૂઆત ખરાબ રહી, ટીમે 13 રનના સ્કોર પર પોતાના બન્ને ઓપનરો ગુમાવી દીધા હતા. ક્રિસ વોક્સે એક ઓવરમાં મનન વોહરા (9) અને જોસ બટલર (2)ની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પાછલી મેચમાં સદી ફટકારનાર સંજૂ સેમસન (4) રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 3 વિકેટે 26 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ આઠમી ઓવરમાં શિવમ દુબે (2)ને આવેશ ખાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


ડેવિડ મિલરની અડધી સદી
રાજસ્થાનના એક બાદ એક બેટ્સમેનો આઉટ થઈ રહ્યાં હતા. ડેવિડ મિલરે એક છેડો સાચવી રાખ્યો હતો. રિયાન પરાગ (2) ને આવેશ ખાને ધવનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ટીમે 42 રન પર 5મી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રાહુલ તેવતિયા અને મિલરે છઠ્ઠી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. તેવતિયા 19 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ડેવિડ મિલરે પોતાના આઈપીએલ કરિયરની 10મી અડધી સદી ફટકારી હતી. મિલર 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. 


આ પણ વાંચોઃ BCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો સામેલ


ક્રિસ મોરિસે ટીમને અપાવી જીત
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસે આજે બેટથી મહત્વનું યોગદાન આપતા ટીમને શાનદાર જીત અપાવીવ હતી. ક્રિસ મોરિસે જયદેવ ઉનડકટ (11*) સાથે 43 રનની ભાગીદારી કરી હતી. ક્રિસ મોરિસે 18 બોલમાં ચાર છગ્ગા સાથે અણનમ 36 રન બનાવી ટીમને જીત અપાવી હતી. 


દિલ્હી તરફથી આવેશ ખાનને ત્રણ સફળતા મળી હતી. આ સિવાય રબાડા અને ક્રિસ વોક્સે બે-બે વિકેટ ઝડપી હતી. 


દિલ્હીની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં ગુમાવી ત્રણ વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને બીજી ઓવરમાં પૃથ્વી શો (2)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ વિકેટ જયદેવ ઉનડકટને મળી હતી. ત્યારબાદ શિખર ધવન (9)ને ઉનડકટે આઉટ કરી રાજસ્થાનને બીજી સફળતા અપાવી હતી. ટીમનો સ્કોર 36 રન હતો ત્યારે અજિંક્ય રહાણે (8) પણ ઉનડકટનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 3 વિકેટે 36 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ BCCI: કોરોનાએ બચાવી ગાંગુલી અને જય શાહની ખુરશી, બે સપ્તાહ માટે ટળી સુનાવણી


રિષભ પંતે ફટકારી અડધી સદી
પાવરપ્લે બાદ પણ દિલ્હીની વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો,. સાતમી ઓવરમાં મુસ્તફિઝુરે સ્ટોયનિસ (0)ને આઉટ કરી ટીમને ચોથી સફળતા અપાવી હતી. ત્યારબાદ લલિત યાદવે રિષભ પંત સાથે મળી 51 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત 32 બોલમાં 9 ચોગ્ગા સાથે 51 રન બનાવી રનઆઉટ થયો હતો. 


લલિત યાદવ (20)ને ક્રિસ મોરિસે આઉટ કર્યો હતો. અંતમાં ટોમ કરન (21) અને ક્રિસ વોક્સ (15*) એ મળીને ટીમનો સ્કોર 140ને પાર કરાવ્યો હતો. ટોમ કરનને મુસ્તફિઝુરે બોલ્ડ કર્યો હતો. અશ્વિન 7 રન બનાવી રનઆઉટ થયો હતો. રબાડાએ 4 બોલમાં અણનમ 9 રન બનાવ્યા હતા. 


રાજસ્થાન તરફથી આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલા જયદેવ ઉનડકટે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુસ્તફિઝુરે 4 ઓવરમાં 29 રન આપી બે તથા ક્રિસ મોરિસને એક સફળતા મળી હતી.  


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube