રાજીવ શુક્લા બની શકે છે BCCIના ઉપાધ્યક્ષ, આ વ્યક્તિના હાથમાં રહેશે IPLની કમાન
એક અહેવાલ પ્રમાણે બીસીસીઆઈની અમદાવાદમાં 24 ડિસેમ્બરે વાર્ષિક સામાન્ય સભા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એજીએમની બેઠકમાં રાજીવ શુક્લાને આગામી ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટે બીસીસીઆઈએ તૈયારી પૂરી કરી લીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આગામી ઉપાધ્યક્ષના રૂપમાં રાજીવ શુક્લાની પસંદગી થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે બીસીસીઆઈની અમદાવાદમાં 24 ડિસેમ્બરે વાર્ષિક સામાન્ય સભા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એજીએમની બેઠકમાં રાજીવ શુક્લાને આગામી ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટે બીસીસીઆઈએ તૈયારી પૂરી કરી લીધી છે. તો બૃજેશ પટેલ આઈપીએલના ચેરમેન પદે યથાવત રહી શકે છે.
રાજીવ શુક્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. સાથે શુક્લા પહેલા ઘણા વર્ષો સુધી ક્રિકેટની દુનિયામાં સેવા આપી ચુક્યા છે. રાજીવ શુક્લા ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન પણ રહી ચુક્યા છે. તો 2017મા ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બૃજેશ પટેલ બીજા કાર્યકાળ માટે આઈપીએલ અધ્યક્ષ બન્યા રહેશે. આઈપીએલની કમાન હાલ પટેલના હાથમાં છે.
આ પણ વાંચોઃ Ind vs Aus 1st Test: વિરાટ કોહલીની અડધી સદી, પ્રથમ દિવસે ભારતનો સ્કોર 233/6
નહીં થાય ચૂંટણી
રાજીવ શક્યા બીસીસીઆઈના ઉપાધ્યક્ષ બનવાથી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પણ એક અનુભવીનો સાથ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈમાં આ વખતે ઔપચારિક ચૂંટણી થશે નહીં કારણ કે રાજીવ શુક્લાના નામ પર સહમતિ બની ચુકી છે. બીસીસીઆઈના ચૂંટણી અધિકારીએ પણ શુક્લાના નામને મંજૂરી આપી દીધી છે.
તો રાજીવ શુક્લાની પસંદગી માટે તેમના આઈપીએલ ચેરમેનના કાર્યકાળને બીસીસીઆઈએ ગણ્યો નથી. આ વચ્ચે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સભ્યોને એજીએમ માટે અમદાવાદ આવતા પહેલા કોવિડ-19 માટે ફરજીયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું કહ્યું છે. બેઠકમાં ભાલ લેવાની મંજૂરી આપતા પહેલા બોર્ડ તેનો ફરીથી ટેસ્ટ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube