નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આ સમયે ભૂકંપ આવેલો છે. ઇમરાન ખાનની સરકારની વિદાય થઈ ગઈ છે અને પાકિસ્તાનને નવા પ્રધાનમંત્રી મળવાના છે. ઇમરાન ખાનનું રાજ ખતમ થયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં પણ તોફાન આવવાની શક્યતા છે. હકીકતમાં ઇમરાનની વિદાય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટમાં થઈ શકે છે ફેરફાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા દેશના પ્રધાનમંત્રી પદેથી ઇમરાન ખાનને હટાવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપવાનો વિચાર કરી રહ્યા છે. રમીઝ પણ ઇમરાનની જેમ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન છે. આ સમયે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈમાં છે, જે રવિવારે સમાપ્ત થઈ છે. 


આ પણ વાંચોઃ IPL 2022: સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવી જીતી દિલ્હી, કુલદીપ-ખલીલની શાનદાર બોલિંગ


રમીઝ છોડી શકે છે પોતાનું પદ
તેની જાણકારી રાખનાર એક સૂત્રએ રવિવારે કહ્યુ- ઇમરાન ખાને ભાર આપ્યા બાદ રમીઝે બોર્ડના ચેરમેન બનવા પર સહમતિ વ્યક્ત કરી હતી, કારણ કે તેની આગેવાનીમાં રમનાર તમામ ખેલાડી કેપ્ટનનું ખુબ સન્માન કરે છે, જેમાં રાજા પણ સામેલ છે. તેમણે કહ્યું- રમીઝનું કરિયર કોમેન્ટ્રેટર, અને ક્રિકેટ નિષ્ણાંત તરીકે સારૂ ચાલી રહ્યુ હતુ અને તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. પરંતુ ઇમરાનના કહેવા પર તેમણે તમામ મીડિયા કરાર તોડી દીધા અને બોર્ડના ચેરમેન બન્યા હતા. 


ઇમરાન ખાન જવાથી થઈ શકે છે ફેરફાર
સૂત્રએ કહ્યુ- રમીઝે ઇમરાન ખાનને સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે ત્યાં સુધી બોર્ડના ચેરમેન રહેશે જ્યાં સુધી તે પ્રધાનમંત્રી રહેશે. સૂત્રએ કહ્યુ કે, ઇમરાન ખાનને હવે પ્રધાનમંત્રી પદેથી હટાવી દીધા છે, જે બોર્ડના સરંક્ષક પણ હોય છે અને તે સત્તાવાર પસંદગી પ્ર્રક્રિયા માટે ચેરમેનને નોમિનેટ કરે છે. તેથી તેની સંભાવના ઓછી છે કે રમીઝ આ પદ પર રહેશે પરંતુ જો નવા પ્રધાનમંત્રી તેમને પદ પર રહેવાનું કહે તો જોવાનું રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube