Tanush Kotian Record: ખરેખર આ શક્ય છે. તમે 9 વિકેટ પડ્યા બાદ મેચ ક્યારે પૂરી થશે એની રાહ જોતા હો છો કારણ કે પૂંછડિયા ખેલાડીઓ મેદાનમાં હોય છે પણ આ પૂંછડિયા ખેલાડીઓએ મેચ બદલી દીધી છે. મુંબઈએ બરોડા સામે બીજી ઈનિંગમાં 569 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હાર્દિક તામોરે 114 રનની ઇનિંગ રમીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ટીમે 337 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અહીં કંઈક એવું બન્યું જેણે બરોડાની રમત બગાડી નાખી. 10મા નંબર પર તનુષ કોટિયન અને 11મા નંબર પર તુષાર દેશપાંડેએ સદી ફટકારી આખી મેચ બદલી નાખી હતી. તમને ભરોસો નહીં થાય કે 10 મા અને 11માં નંબરનો ખેલાડી સદી ફટકારી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાચ્ચું...બસ... ગુજરાતમાં આવેલા છે આ ચેરના જંગલ, વર્ષોની મહેનતથી લીલોતરી પથરાઇ
Shani-Shukra Yuti: 7 માર્ચથી કુંભ રાશિમાં થશે શુક્ર-શનિની યુતિ,આ 4 રાશિઓને થશે ધનલાભ


રણજી ટ્રોફી 2024 સીઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈમાં રમાયેલી ટૂર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઈનલમાં યજમાન ટીમે બરોડા સામે શ્રેણીબદ્ધ સદી ફટકારીને રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં મુશ્કેલ સમયમાં મુશીર ખાને બેવડી સદી ફટકારી હતી જ્યારે બીજી ઇનિંગમાં 10 અને 11 નંબરના બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આમ મુંબઈ માટે નસીબ પલટાઈ ગયા છે. 


AIIMSમાં એક્સ-રે સહિત થશે 200થી વધુ રિપોર્ટ્સ, જાણો લો કયા રિપોર્ટનો કેટલો છે ચાર્જ?
અહીં ખૂંખાર કેદીઓ ખવડાવે છે ભજિયા, ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, લાખોની કરે છે કમાણી


બરોડા સામે પ્રથમ બેટિંગ કરતા રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં 142 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન મુંબઈ માટે સંકટ મોચક બની ગયો હતો. તેણે આ મેચમાં બેવડી સદી ફટકારી અને સ્કોર 384 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બરોડાએ પ્રથમ દાવમાં 348 રન બનાવ્યા હતા અને મુંબઈને 36 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં મુંબઈના 3 ખેલાડીઓએ સદી ફટકારી હતી. ઓપનર સાથે, નંબર 10 અને નંબર 11 ખેલાડીઓએ સદી ફટકારી હતી.


Mahashivratri 2024: કઇ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઇએ બિલીપત્ર, શું ફાયદો શું થશે ફાયદો
Mahashivratri 2024: મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ, આ દિવસે તોડશો તો લાગશે પાપ


નંબર 10 અને 11 બેટ્સમેનોએ સદી ફટકારી હતી
મુંબઈએ બરોડા સામે બીજી ઈનિંગમાં 569 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હાર્દિક તામોરે 114 રનની ઇનિંગ રમીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ટીમે 337 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અહીં કંઈક એવું બન્યું જેણે બરોડાની રમત બગાડી નાખી. 10મા નંબર પર તનુષ કોટિયન અને 11મા નંબર પર તુષાર દેશપાંડેએ સદી ફટકારી હતી.


Falgun Sankashti Chaturthi 2024: 28 કે 29 કયા દિવસે ઉજવાશે? આ ઉપાય ચમકાવશે ભાગ્ય
પહેલાં ગીતના બદલમાં પંકજ ઉદાસને મળ્યા હતા 51 રૂપિયા, ગન પોઈન્ટ પર સંભળાવી હતી ગઝલ


તનુષે 129 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 120 રનની ઇનિંગ રમી હતી. તેની સાથે બીજા છેડે રહેલા તુષાર દેશપાંડેએ 129 બોલ રમીને 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 123 રન બનાવ્યા હતા. આ જોડીએ સાથે મળીને છેલ્લી વિકેટ માટે 232 રનની ભાગીદારી કરી અને ક્વાર્ટર ફાઇનલમાં ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. આ પૂંછડિયા ખેલાડીઓએ સાબિત કરી દીધું હતું કે, તેઓ બોલિંગ સાથે સારી રીતે બેટિંગ પણ કરી શકે છે.


Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા
નીતાભાભીથી લઇને રાધિકાભાભી પાસે કઇ છે ડિગ્રી?અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ