રાજકોટઃ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઇનલ મુકાબલાનો પહેલો દિવસ યજમાન ટીમ માટે સારી શરૂઆત બાદ થોડો નિરાશાજનક રહ્યો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી સૌરાષ્ટ્રએ પાંચ વિકેટના નુકસાન પર 206 રન બનાવી લીધા છે જ્યારે ટીમનો સ્ટાર બે્ટસમેન ચેતેશ્વર પૂજારા ખરાબ તબિયતને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજારાએ પોતાની 24 ઈનિંગમાં માત્ર 5 રન બનાવ્યા હતા. આ પહેલા દિવસનું પ્રથમ સેશન સૌરાષ્ટ્રના નામે રહ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમની ઓપનિંગ જોડીએ લંચ સુધી વિના વિકેટે 77 રન બનાવ્યા હતા. 


પરંતુ લંચ બાદ હાર્વિક દેસાઈ 35 રન બનાવી આઉટ થયો હતો. તેને શાહબાઝ નદીમે આઉટ કરીને બંગાળને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ બારોટ અને વિશ્વરાજ જાડેજાએ ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. પોતાની અડધી સદી ફટકાર્યા બાદ અવી બારોટને આકાશદીપે વિકેટની પાછળ સહાના હાથે કેચ કરાવ્યો હતો. ટી-બ્રેક સમયે સૌરાષ્ટ્રનો સ્કોર 155 રન હતો. 


ICC Womens T20I Rankings: એક મેચ બાદ શેફાલી વર્માએ ગુમાવ્યો નંબર-1નો તાજ, હીલી-મૂનીને થયો મોટો ફાયદો  


ટી-બ્રેક બાદ વિશ્વરાજ જાડેજાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. પછી તે આકાશદીપનો શિકાર બન્યો હતો. તેણે 54 રનનું યોગદાન આપ્યું હતું. શેલ્ડન જેક્સનને ઈશાન પોરેલે 14 રનનો સ્કોર પર બોલ્ડ કર્યો હતો. પૂજારા છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો, પરંતુ ખરાબ તબિયતને કારણે માત્ર 24 બોલનો સામનો કર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. 


ટીમનો સ્કોર 200ને પાર થયો ત્યારે નાઇટવોચમેન ચેતન સાકરિયા આઉટ થયો હતો. આ રીતે સૌરાષ્ટ્રએ પ્રથમ દિવસના અંતે 5 વિકેટના નુકસાન પર 206 રન બનાવી લીધા છે. 


બંગાળ માટે આકાશદીપે ત્રણ, શાહબાઝ અહમદ અને ઈશાન પોરેલે એક એક વિકેટ ઝડપી હતી. દિવસના અંતે અર્પિત વસાવડા 29 રન બનાવી અણનમ રહ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર