ICC Womens T20I Rankings: એક મેચ બાદ શેફાલી વર્માએ ગુમાવ્યો નંબર-1નો તાજ, હીલી-મૂનીને થયો મોટો ફાયદો
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલના એક દિવસ બાદ બેટિંગ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. તાજા મહિલા ટી20 બેટિંગ રેન્કિંગમાં ભારતીય ઓપનર શેફાલી વર્માને મોટું નુકસાન થયું છે.
Trending Photos
દુબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ ટી20 ક્રિકેટમાં નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. ફાઇનલ મેચમાં ફ્લોપ થયા બાદ શેફાલીને રેન્કિંગમાં બે સ્થાનનું નુકસાન થયું છે. આઈસીસીની તાજા જારી ટી20 મહિલા બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂની નંબર એક પર પહોંચી ગઈ છે. સ્મૃતિ મંધાના 7માં સ્થાન પર ખસકી ગઈ છે.
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલના એક દિવસ બાદ બેટિંગ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. તાજા મહિલા ટી20 બેટિંગ રેન્કિંગમાં ભારતીય ઓપનર શેફાલી વર્માને મોટું નુકસાન થયું છે. પાછલા સપ્તાહે 16 વર્ષની ભારતીય ઓપનરે નંબર વનનું રેન્કિંગ હાંસલ કર્યું હતું અને માત્ર 7 દિવસમાં તેણે પોતાનું આ સ્થાન ગુમાવી દીધું છે.
Her match-winning 78* in the #T20WorldCup final has lifted Beth Mooney to the top of the @MRFWorldwide ICC Women's T20I Rankings for batters 🔥 pic.twitter.com/JgixR2zs1M
— ICC (@ICC) March 9, 2020
આઈસીસી દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી મહિલા ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત છે. ટોપ 10 બેટ્સમેનોમાંથી 5 ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. નંબર એક પર ભારત વિરુદ્ધ વિશ્વકપ ફાઇનલમાં અણનમ 78 રન બનાવનાર બેથ મૂની છે. તો ભારતીય ટીમ વિરુદ્ધ 39 બોલમાં 75 રનની તોફાની ઈનિંગ રમનાર એલિસા હીલી બે સ્થાનના ફાયદા સાથે પાંચમાં નંબર પર આવી ગઈ છે.
બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ છે. તો નંબર-1 પર પહોંચનારી શેફાલી હાલ ત્રીજા સ્થાને છે. મૂનીની પાસે 762, સૂઝીની પાસે 750 અને શેફાલી પાસે 744 પોઈન્ટ છે.
⬆️ Jess Jonassen
⬇️ Deepti Sharma
The Australian spinner has crept into the top five of the @MRFWorldwide ICC Women's T20I Rankings for bowlers after her three-for in the #T20WorldCup final 👏 pic.twitter.com/VBgtTMUxY6
— ICC (@ICC) March 9, 2020
ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો ટૂર્નામેન્ટમાં ફ્લોપ રહેનારી ઓપનર સ્મૃતિ મંધાના એક સ્થાનના નુકસાન સાથે સાતમાં અને જેમિમા રોડ્રિગ્સ 9માં સ્થાને છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે